બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Is notice issued even after filing of IT return? So check this job immediately

જાણવા જેવું / શું IT રિટર્ન ફાઇલ કર્યા બાદ પણ ફટકારાય છે નોટિસ? તો તુરંત ચેક કરો આ કામ

Megha

Last Updated: 04:28 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલો આજે અમે તમને જણાવીએ કે કલમ 143(1) શું છે અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ભૂલ થવા પર આવે છે નોટિસ 
  • આવકવેરા વિભાગ કલમ 143(1) હેઠળ લોકોને નોટિસ જારી કરે છે
  • આવકવેરા વિભાગ નોટિસ કેવી રીતે મોકલે છે? 

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવામાં કોઈપણ પ્રકારની ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવી સ્થિતિમાં, ITR ખૂબ જ કાળજીપૂર્વક ભરવાની જરૂર છે. જો કે,ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ઘણી ભૂલો થાય છે અને એ કારણે ઘણી વખત લોકો ચૂકવેલી રકમ કરતાં ઓછો ટેક્સ ભરવામાં અથવા કોઈ જરૂરી દસ્તાવેજો સબમિટ ન કરવામાં ભૂલો કરવામાં આવે છે. 

આવકવેરા વિભાગ દ્વારા તમારા ITRની તપાસ કરવામાં આવે છે અને આવી ભૂલોને કારણે નોટિસ પણ મોકલવામાં આવે છે. આ સાથે જ ITR સંબંધિત ભૂલોને સુધારવા માટે અપીલ કરવામાં આવે છે. જણાવી દઈએ કે આવકવેરા વિભાગ કલમ 143(1) હેઠળ લોકોને નોટિસ જારી કરે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે કલમ 143(1) શું છે અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

કલમ 143(1) શું છે? 
જો આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી કોઈપણ પ્રકારની ભૂલ દેખાઈ તો આઈટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે છે અને એ નોટિસને આવકવેરા વિભાગની કલમ 143(1) હેઠળની નોટિસ પણ કહેવામાં આવે છે. આ નોટિસ રિટર્ન ફાઈલ કર્યાના એક વર્ષની અંદર કરદાતાઓને આપવામાં આવે છે. 

આવકવેરા વિભાગ નોટિસ કેવી રીતે મોકલે છે? 
જણાવી દઈએ કે આ વિભાગ હેઠળ IT વિભાગ દ્વારા નોંધાયેલા ઇમેઇલ સરનામાં પર લોકોને નોટિસ મોકલવામાં આવે છે અને આ સાથે જ આ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ પણ મોકલવામાં આવે છે, જેમાં ઈમેલ પર નોટિસ મોકલવામાં આવી હોવાની માહિતી આપવામાં આવે છે. 

નોટિસ કેટલા પ્રકારની હોય છે 
કલમ 143(1) હેઠળ આવકવેરા વિભાગ દ્વારા ત્રણ પ્રકારની નોટિસ જારી કરવામાં આવી છે. પહેલી નોટિસ હેઠળ આવકવેરા વિભાગ ટેક્સની કોઈ માંગણી કરતું નથી. બીજી નોટિસ વિશે વાત કરીએ તો જો વધારે ટેક્સ ચૂકવવામાં આવ્યો હોય તો ટેક્સ રિફંડ માટે નોટિસ મળે છે અને ત્રીજી નોટિસ વધુ ટેક્સની માંગ માટે મળી શકે છે. 

જો નોટિસ આવે તો શું કરવું 
જો આવકવેરા વિભાગ દ્વારા નોટિસ જારી કરવામાં આવી હોય તો કરદાતાએ નામ, PAN, સરનામું, ઈ-ફાઈલિંગ એક્નોલેજમેન્ટ નંબર જેવી મહત્વપૂર્ણ બાબતો તપાસવી જોઈએ અને આ દરમિયાન જો કોઈ ભૂલ જણાય તો તેને રિટર્ન ફાઈલ કરીને સુધારી શકાય છે. આ માટે તમારે આવકવેરા વિભાગના પોર્ટલ પર લોગ ઇન કરવું પડશે. 

જો કોઈ ભૂલ વિના પણ નોટિસ આવે તો શું કરવું 
જો કલમ 143 (1) હેઠળ તમને નોટિસ જારી કરવામાં આવી છે અને તમારી કોઈ ભૂલ નથી તો તમે વિભાગને એક રેકટિફિકેશન એપ્લિકેશન આપી શકો છો, જેમાં તમે તમારો પક્ષ રજૂ કરી શકો છો. આ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પણ રિક્વેસ્ટ કરી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ