બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Is it summer or monsoon? Heavy winds and thundershowers in these areas

કાઠી કરી.! / ઉનાળો છે કે ચોમાસું? ભારે પવન અને ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ, વેપારીઓનો માલ પાણી પાણી

Vishal Khamar

Last Updated: 07:15 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રનાં પંથકમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી માહોલ છવાયો છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ઉનાળુ વાવેતર મગફળી, તલ, જુવાર સહિતનાં પાકોને નુકસાનથવા ની શક્યતા છે.

  • રાજકોટનાં ઉપલેટામાં ગઢાળામાં ભારે પવન સાથે વરસાદ
  • ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી વાતાવરણમાં પલ્ટો
  • ધોરાજીમાં ચાર થી પાંચસો કટ્ટા ઘઉંના પલળી ગયા 

રાજકોટનાં ઉપલેટામાં ગઢાળા તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ઉનાળામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ સર્જાયો હતો. 

ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી વાતાવરણમાં પલ્ટો

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો.  ગોંડલ જેતપુર તેમજ ધોરજી ઉપલેટામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં ગોંડલ જેતપુર તેમજ ધોરાજી ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી વાતાવરણાં પલ્ટો આવ્યો હતો. ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જીણા છાંટા પડવાનું શરૂ થયું હતું. જેમાં ગોંડલ-જેતપુર અને ધોરાજી ઉપલેટા સહિતનાં શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થતે ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. સતત પંથકમાં પડી રહેલ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકશાન થવાની શક્યતા છે.  ત્યારે કમોસમી વરસાદને કારણે  ઉનાળુ વાવેતર મગફળી, તલ, જુવાર સહિતનાં પાકોને નુકસાનથવા ની શક્યતા છે. 

ધોરાજી માર્કેટીંગ યાર્ડ ની બેદરકારી સામે આવી

ધોરાજીમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે. ત્યારે ધોરાજી માર્કેટીંગ યાર્ડની બેદરકારી સામે આવી છે.   વરસાદમાં ઘઉંનો માલ ખુલ્લામાં પડ્યો હોવાથી પલળી ગયો હતો. જેમાં ચારથી પાંચ સો કટ્ટા ઘઉંના પલળી ગયા હતા. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવા છતાં પણ યાર્ડ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ત્યારે વરસાદમાં ઘઉં તથા અન્ય જણસીઓ પલળી ગઈ છે. ખેડૂતો, વેપારીઓનો માલ પલળી જતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું. 

ખુલ્લામાં પડેલા ઘઉ, ધાણા, મરચા સહિતના માલને નુકશાન
આ બાબતે ગઢીયા માર્કેટીંગયાર્ડનાં વાઈસ ચેરમેન હરેશભાઈએ જણાવ્યું હતું કે વેપારીઓનાં ઉપલા બારદાન પલળેલા છે. ત્યારે હાલ વેપારીઓ દ્વારા તેઓનો માલ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલમાં ઘઉં તેમજ મગફળીનો પાક બહાર હતો. જેમાં પાક પલળ્યો છે. નુકશાની બાબતે પૂછતા જણાવ્યું હતું કે સાધારણ નુકશાન છે. મોટું નુકશાન નથી.

હરેશભાઈ ( વાઈસ ચેરમેન, માર્કેટયાર્ડ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ