બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Irfan Pathan's big future, this IPL player will be seen playing for India in 2 years

ક્રિકેટ / ઈરફાન પઠાણની મોટી ભવિષ્યવાળી, IPL નો આ ખિલાડી 2 વર્ષમાં ભારત માટે રમતો જોવા મળશે

Pravin Joshi

Last Updated: 10:44 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા પરાગની વિસ્ફોટક બેટિંગ જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે એક ભવિષ્યવાણી કરી છે.

રાજસ્થાન રોયલ્સનાં રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સની સામે પોતાની જબરદસ્ત બેટિંગની ચારેય તરફ ચર્ચા તેના નામે કરી હતી. પરાગ ટીમનાં મુશ્કેલી સમયે મેદાનમાં ઉતર્યો અને આ મેચમાં તેને પોતાના કરિયરનો બેસ્ટ સ્કોર પણ બનાવ્યો હતો. 12 રનથી જીતીને રાજસ્થાને આ મેચ પોતાના નામે કરી લીધી. જમણા હાથના બેટ્સમેન રિયાન પરાગની વિસ્ફોટક બેટિંગ જોઈને લોકો તેના ચાહક બની ગયા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ભવિષ્યવાળી કરી કે રિયાન આગામી બે વર્ષમાં ભારત માટે રમતો જોવા મળશે. 

 

રિયાન પરાગની 84 રનની અણનમ ઇનિંગના આધારે, રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવ્યું અને સતત બીજી જીત મેળવી. આસામના 22 વર્ષીય રિયાને 45 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને આઈપીએલમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો. તેની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે ટીમે છેલ્લી 7 ઓવરમાં 92 રન કર્યા. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી 5 વિકેટનાં નુકશાન પર 185 રન બનાવ્યા, જયારે દિલ્હી કેપિટલ્સે 5 વિકેટનાં નુકશાન પર 173 રન કર્યા.

રિયાનની બેટિંગ જોઈને ઈરફાન પઠાણે X પર લખ્યું, ડોમેસ્ટિક ક્રિકેટને હળવામાં ન લો. આ તમારા લાભ માટે જ છે. રિયાન પરાગને જુઓ. તે આઈપીએલમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે કારણ કે તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. પરાગે છેલ્લી ડોમેસ્ટિક સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ડોમેસ્ટિક ક્રિકેટ રમીને પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે.

વધુ વાંચો : હાર્દિક પંડ્યા બાદ હવે પત્ની નતાશા થઈ ભયંકર ટ્રોલ, એક તસવીર બની કારણ

રિયાન પરાગે 1 ઓવરમાં કર્યા 25 રન

ઈરફાને બીજું ટ્વીટ કરીને લખ્યું કે, રિયાન પરાગ આગામી બે વર્ષમાં ભારત માટે રમશે. રાજસ્થાનની ટીમ 8 ઓવર બાદ 38 રનમાં 3 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. મેન ઓફ ધ મેચ રિયાને રવિચંદ્રનની સાથે ચોથી વિકેટ માટે 37 બોલમાં 54 રન અને પાંચમી વિકેટ માટે ધ્રુવ જુરેલ સાથે 23 બોલમાં 52 રનની આક્રમક ભાગીદારી કરીને મેચમાં પુનરાગમન કર્યું હતું. તેમણે હેટમાયર સાથે 16 બોલમાં 43 રનની ભાગીદારી દરમિયાન એનરિચ નોર્કિયા સામે છેલ્લી ઓવરમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 25 રન બનાવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ