ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ(IRCTC) યાત્રીઓ માટે કોલકત્તા અને જગન્નાથ પુરીનું એક બેસ્ટ ટુર પેકેજ લઇને આવ્યું છે. આ ટુર પેકેજનું નામ છે ‘જગન્નાથ ધામ યાત્રા’. આઇઆરસીટીસીએ આ ટુર પેકેજની ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન હેઠળ જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ યાત્રીઓને કોલકાતા, જગન્નાથ પુરી અને ભુવનેશ્વરની વિઝિટ કરાવાશે.
જગન્નાથ ધામ યાત્રાનું એક બેસ્ટ ટુર પેકેજ લાવ્યું IRCTC
આ ટુર 6 ડિસેમ્બર 2019ના રોજ શરૂ થશે
આ યાત્રા 8 રાત અને 9 દિવસની હશે
આઇઆરસીટીસી ટુરિઝમની ઓફિશિયલ વેબસાઇટ www.irctctourism.com પર તેની જાણકારી આપવામાં આવી છે. આ ટુર 6 ડિસેમ્બર 2019ના રોજ શરૂ થઇને 14 ડિસેમ્બર 2019 સુધી ચાલશે. આઇઆરસીટીસી અનુસાર આ યાત્રા 8 રાત અને 9 દિવસની હશે. અગરતલા, બદરપુર, ગુવાહાટી, ન્યુ બોંગઇગામ, ન્યુ કુચ બિહાર, ન્યુ જલપાઇગુડી અને માલદા ટાઉન સ્ટેશનથી સહેલાણીઓ આ ભારત સ્પેશિયલ ટ્રેનમાં સવાર થઇ શકશે. આ ટ્રેન 6 ડિસેમ્બરે અગરતલા સ્ટેશનથી બપોરે 12 વાગે ઉપડશે. ટેરિફની વાત કરીએ તો આ ટુર પેકેજ માટે યાત્રીઓએ પ્રતિ વ્યક્તિ 8505 રૂપિયા ભાડુ ચુકવવું પડશે. આઇઆરસીટીસીની વેબસાઇટ ઉપરાંત તમે કોઇ પણ ક્ષેત્રીય કાર્યાલયથી આ પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
આ જગ્યાઓએ ફરવાની તક મળશે
આ ટુર પર યાત્રીઓ 8 ડિસેમ્બરે હુગલી તટ પર ગંગા સ્નાન બાદ દક્ષિણેશ્વર કાળી મંદિરમાં દર્શન કરશે. દક્ષિણેશ્વર કાલી માતા મંદિર કોલકત્તાનું સૌથી મોટુ કાલી માતાનું મેદિર છે. તે હુગલી નદીના (ગંગા નદીનું બીજુ નામ) તટ પર બેલુર મઠની પાસે આવેલુ છે. તે બંગાળીઓનું પ્રમુખ કેન્દ્ર માનવામાં આવે છે. દેશ-વિદેશથી કાલી માતાના ભક્તો અહીં બહુ મોટી સંખ્યામાં આવે છે.
આ સુવિધાઓ મળશે
ત્યારબાદ ટ્રેન પુરી માટે ખુલશે. 9 ડિસેમ્બરે બધા યાત્રીઓ જગન્નાથ પુરીના દર્શન કરશે. જગન્નાથ પુરી હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારબાદ 10 ડિસેમ્બરે કોણાર્ક સુર્ય મંદિર જશે. બપોરે જમ્યા બાદ લિંગરાજ મંદિર, ઉદયગિરિ અને ભુવનેશ્વરમાં ખંડગિરિ ફરવા જઇ શકો છો. રાત્રે ટ્રેન પાછી અગરતલા માટે નીકળશે. આ ટુર પેકેજમાં યાત્રીઓને સ્લિપર ક્લાસની યાત્રા, શાકાહારી જમવાનુ, ધર્મશાળાઓ અને ડોરમેટ્રીમાં રહેવાની વ્યવસ્થા ઉપરાંત સાઇટ સીઇંગ માટે નોન એસી ગાડીઓની વ્યવસ્થા અને સુરક્ષા સામેલ છે.