IRCTC Booking: IRCTC 27 સપ્ટેમ્બરે પોતાનો 24મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. જેની સાથે વિશ્વ પ્રવાસ દિવસ પણ છે. એવામાં IRCTCની તરફથી લોકોને પ્લેનની ટિકિટ બુક કરવા માટે એક બમ્પર ઓફર આપવામાં આવી રહી છે.
IRCTC લઈને આવ્યું બમ્પર ઓફર
27 સપ્ટેમબરે છે સ્થાપના દિવસ
પ્લેનની ટિકિટ પર મળશે જબરદસ્ત ઓફર
હકીકતે IRCTC 27 સપ્ટેમ્બરે પોતાનો 24મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. જે વિશ્વ પર્યટન દિવસની સાથે આવે છે. માટે IRCTCની તરફથી લોકોને હવાઈ ટિકિટ બુક કરાવવા માટે એક બમ્પર ઓફર આપવામાં આવી રહી છે.
ત્રણ દિવસ સુધી જ છે ઓફર
તેના હેઠળ IRCTC 25થી 27 સપ્ટેમ્બર સુધી પોતાની વેબસાઈઠ પર આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક ફ્લાઈટ ટિકિટ બુલ કરનાર ગ્રહકો પાસેથી કોઈ સર્વિસ ચાર્જ નહીં લે. ગ્રાહક આઈઆરસીટીસીના એક ટિકટિંગ પોર્ટલની સાથે સાથે આઈઆરસીટીસ એક મોબાઈલ એપના માધ્યમથી પોતાની ટિકિટ બુક કરીને આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે.
આ રીતે કરો બુકિંગ
મુખ્ય ક્ષેત્રીય મેનેજમેન્ટ અજીત કુમાર સિન્હાએ જણાવ્યું કે શૂન્ય સુવિધા શુલ્કની સાથે IRCTCએ આ અવસર પર વિવિધ બેંકોના કાર્ડથી લેવડદેવડ પર હવાઈ ટિકિટ પર 2000 રૂપિયા સુધીની છૂટની સાથે અન્ય ઓફર પર લોન્ચ કરી છે.
ઓક્ટોબરથી તહેવારોની સીઝન શરૂ થવાની સાથે ગ્રાહક હવે પોતાની આયોજીત રજાઓ અને નવા વર્ષ માટે હવાઈ ટિકિટ બુક કરીને IRCTCના આ ખાસ પ્રસ્તાવોનો લાભ ઉઠાવી શકે છે. જે 100 દિવસની અંદર છે.
કંપનીની પાસે હવાઈ ટિકિટોની બુકિંગ માટે એક સમર્પિત IATA પ્રમાણિત વેબસાઈટ www.air.irctc.co.in છે અને આ ગ્રાહકોને ખૂબ સારા ભાવમાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક ટિકિટ બુક કરવાની સુવિધા આપી શકે છે.