બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IPS officers may be promoted before the announcement of the new DGP

BIG NEWS / ગુજરાતમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર, નવા DGPની જાહેરાત પહેલા થઈ શકે છે મોટી જાહેરાત

Malay

Last Updated: 11:29 AM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર, નવા DGPની જાહેરાત પહેલા વર્ષ 1991થી 1995 બેચના IPS અધિકારીઓને પ્રમોશન અપાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર 
  • ગયા અઠવાડિયે જ પ્રમોશન માટે યોજાઈ હતી DPC બેઠક 
  • વર્ષ 1991થી 1995 બેચના IPS અધિકારીઓને પ્રમોશન અપાશે!

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં તાજેતરમાં જ મોટા ફેરફારો થયા હતા, સરકારે વર્ષ 2008ની બેચના ત્રણ IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપ્યું હતું. ત્યારે હવે ફરી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર કરાયો છે. 

1991થી 1995 બેચના અધિકારીઓને મળી શકે છે પ્રમોશન 
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા DGPની જાહેરાત પહેલા IPS અધિકારીઓએ પ્રમોશન અપાઈ શકે છે. વર્ષ 1991થી 1995 બેચના IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અનોખું દ્રશ્ય, કર્મીઓ સાથે ચાય પે ચર્ચા કરતા  દેખાયા પોલીસ કમિશનર | A unique scene at Vastrapur Police Station, the Police  Commissioner was seen ...

આ IPS અધિકારીઓને અપાઈ શકે છે પ્રમોશન
સૂત્રોના જણાવ્યા અનુસાર, 1991 બેચના શમશેરસિંહ, મનોજ અગ્રવાલ, 1992 બેચના ડૉ.કે.એલ.એન રાવ, 1993 બેચના નીરજા ગોટરું, એચ.એન પટેલ, 1995 બેચના રાજુ ભાર્ગવ અને આર.બી બ્રહ્મભટ્ટને પ્રમોશન અપાઈ શકે છે. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ પ્રમોશન માટે  DPCની બેઠક યોજાઈ હતી. જેમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.

UPSCની પરીક્ષા સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક 
યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC)ની પરીક્ષા સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે. અને દરેક પરીક્ષાર્થીનું સપનું હોય છે કે IAS કે IPSનું પદ મેળવશું પરંતુ IAS અને IPS આ બન્નેમાંથી કોણ વધારે શક્તિશાળી હોય છે?

જાણો IAS અને IPSમાં શું અંતર છે?
IAS એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ જેમનાથી તમે બ્યુરોક્રેસીમાં એન્ટ્રી કરી શકો છો. આઇએએસમાં પસંદ થયેલા ઉમેદવારો વિભિન્ન મંત્રાલયો-વિભાગો અને જીલ્લાના મુખ્ય અધિકારીઓ હોય છે. IAS ઓફિસર ભારતીય નૌકરશાહીના સૌથી મોટા પદ કેબિનેટ સેક્રેટરી સુધી પણ જઈ શકે છે. IASનો કોઈ ડ્રેસ કોડ નથી હોતો તે હંમેશા ફોર્મલ ડ્રેસમાં રહેતાં હોય છે. પરંતુ IPSને ડ્યુટી દરમિયાન ખાખી વર્દી પહેરવી પડે છે. જ્યારે IAS સાથે એક અથવા બે અંગરક્ષકો હોય છે તો IPS સાથે પોલીસ ફોર્સ હોય છે.  જો IAS બનો છો તો એક મેડલ આપવામાં આવે છે. પરંતુ IPS હોવ તો તમને સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. 

Find out who the IPS and IAS are, and how much their salary is

શું છે IAS અને IPSના કાર્ય?
એક IAS અધિકારી લોકપ્રસાશન અને નીતિ નિર્માણના કાર્ય માટે જવાબદાર હોય છે. સરકાર જે નીતિ બનાવે છે તેમને લાગુ કરવા માટેનું કામ IAS અધિકારી કરે છે. જ્યારે IPS અધિકારી કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે અને ગુનાખોરીને રોકવા માટે જવાબદાર હોય છે. 

કેવી હોય છે ટ્રેનિંગ?
IAS તથા IPS શરૂના ત્રણ મહિના ટ્રેનીંગ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકડેમી થતી હોય છે. જેમને ફાઉન્ડેશન કોર્સ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ IPSને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી હૈદરાબાદ મોકલી દેવામાં આવે છે. જ્યાં તેમને પોલીસની ટ્રેનિંગ આપવમાં આવે છે. જે ઉમેદવાર IAS ટ્રેનિંગમાં ટોપ કરે છે તેમને મેડલ આપવામાં આવે છે. અને IPS ટ્રેનિંગમાં ટોપ કરે છે તેમને સ્વોર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. જો કે બંનેની સરખામણી કરીએ તો IPSની ટ્રેનીંગ થોડી મુશ્કેલ છે. 

કેટલી હોય છે સેલેરી? 
IAS અધિકારીની સેલેરી IPS કરતા વધારે હોય છે. IASનું વેતન 56,100થી 2.5 લાખ સુધી પ્રતિ મહિનો હોય છે અને તેમની સાથે કેટલી સુવિધાઓ પણ આપવામાં આવે છે. IPSનું વેતન 56,100થી લઈ 2,00,000 સુધીની પ્રતિ મહિનો હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ