બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / IPS Hasmukh Patel gave an important statement

ગાંધીનગર / શું તલાટીની પરીક્ષા 30 એપ્રિલે જ લેવાશે? IPS હસમુખ પટેલે આપ્યું અગત્યનું નિવેદન, 3 દિવસમાં જ ફેંસલો

Vishal Khamar

Last Updated: 05:12 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલાટીની પરીક્ષા મુદ્દે હસમુખ પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસ બાદ ખ્યાલ આવશે કે ક્યારે તલાટીની પરીક્ષા યોજાશે. ત્યારે તલાટી પરીક્ષા માટે પોણા ચાર લાખ ઉમેદવારો રહેશે.

  • તલાટીની પરીક્ષા મુદ્દે બોલ્યા હસમુખ પટેલ
  • ત્રણ દિવસ બાદ ખ્યાલ આવશે કે ક્યારે તલાટીની પરીક્ષા યોજાશે-હસમુખ પટેલ
  • `3 દિવસ બાદ પણ કેન્દ્રો નહી મળે તો પરીક્ષા નહી યોજવાની જાહેરાત કરીશ'

આજે શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ છે. ત્યારે જુનિયર ક્લાર્ક બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 
પરીક્ષા યોજવા માટે શાળાઓ મળી છે પરંતુ કોલેજો નથી મળી-હસમુખ પટેલ
જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ છે. ત્યારે હવે આગામી સમયમાંસ તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હસમુખ પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસ બાદ ખ્યાલ આવશે કે તલાટીની પરીક્ષા યોજાશે કે નહી તેની જાહેરાત કરીશે. ત્યારે તલાટીની પરીક્ષા યોજવા માટે કેન્દ્રો નહી મળે તો પરીક્ષા નહી યોજવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ પરીક્ષા યોજવા માટે શાળાઓ મળી છે પરંતું કોલેજો નથી મળી રહી.  ત્યારે 3 દિવસમાં તમામ કેન્દ્રો મળી રહેશે તો પરીક્ષા 30 એપ્રિલનાં રોજ લઈશું બાકી નહી. ત્યારે તલાટીની પરીક્ષા માટે પોણા ચાર લાખ ઉમેદવારો રહેશે. તેમજ તલાટીની પરીક્ષા માટે 5700 જેટલા કેન્દ્રોની જરૂરિયાત છે. ત્યારે પરીક્ષા કેન્દ્રો માટે શાળાઓ મળી રહી છે. પરંતું કોલેજો કેન્દ્ર નથી ફાળવી રહી.


જિલ્લા કલેક્ટરોને સોંપાઈ છે મહત્વની જવાબદારી 
હસમુખ પટેલે જણાવ્યું કે, તલાટી કમ મંત્રીની પરીક્ષા આગામી 30 એપ્રિલે યોજવાનું આયોજન છે. પરીક્ષા કેન્દ્રો બાબતે જિલ્લા કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે.  પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ ન થાય તો કેન્દ્રો ફરજિયાત મેળવવા ઓર્ડર કરાશે. મુખ્ય સચિવે આપેલી સૂચનાના પગલે નવા કેન્દ્રો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 30 એપ્રિલે પરીક્ષા યોજવા માટે 10 એપ્રિલ સુધી કેન્દ્રો મેળવવા જરૂરી છે. જો 10 એપ્રિલ સુધીમાં પરીક્ષા કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા લઈ શકાશે નહીં.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ