બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / ipl rules changed by bcci for ipl 2022 here are the new rules

નવા નિયમ / IPL માં બદલાઈ ગયા DRS અને સુપરઓવરનાં આ નિયમ, BCCI એ કરી મોટી જાહેરાત

Mayur

Last Updated: 09:58 AM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022 ની રાહ ક્રિકેટ ફેન્સમાં જોવાઈ રહી છે. એવામાં BCCI દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો જાણી લો આ નવા નિયમ.

  • થોડા જ દિવસોમાં શરૂ થશે IPL 2022
  •  BCCI દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર
  • હવેથી એક જ ઇનિંગમાં બબ્બે DRS મળશે

નવી ટીમો સાથે રમાશે IPL 2022 

IPL 2022 ની રાહ ક્રિકેટ ફેન્સમાં જોવાઈ રહી છે. હવે થોડા જ દિવસો બાદ IPL શરૂ થઈ જશે. આ અગાઉ મેચોની પ્લેઇંગ કન્ડિશન્સમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ એક મોટો ફેરફાર હાલમાં જ રજૂ કરવામાં આવ્યો છે. 

આ મોટો ફેરફાર એ છે કે જો કોવિડ 19 ના કારણે કોઈ ટીમ જો પોતાની પ્લેઇંગ ઇલેવન ઉતારવા માટે અસમર્થ હોય તો BCCI એ મેચનું ફરીથી આયોજન કરશે. જો કોરોના સંક્રમણના કારને મેચ ફરીથી યોજાય શકે નહીં તો ટેકનિકલ કમિટી પાસે આ નિર્ણય જશે. 

ટેકનિકલ સમિતિનો નિર્ણય અંતિમ
BCCI પોતાના શેડ્યૂલ અનુસાર ફરીથી મેચ યોજશે. જો એવું નહીં થઈ શકે તો ટેકનિકલ કમિટી નિર્ણય લેશે. IPL ની ટેકનીકલ કમિટી જે નિર્ણય લે તે જ અંતિમ માનવામાં આવશે. 

હવે મળશે બે DRS 

પ્લેઇંગ કન્ડિશન્સમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાયર DRS ને લઈને કરવામાં આવ્યો છે. રેફરલ DRS ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જે વધારીને હવે બે કરી દેવામાં આવ્યા છે. હાલમાં જ બીસીસીઆઈએ મેરિલબોન ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવેલ સૂચનનું સમર્થન કરતાં આ નિર્ણય લીધો છે . 

સુપર ઓવરને લઈને આ ફેરફાર 
BCCI દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્લે ઓફ કે ફાઇનલમાં સુપર ઓવર દ્વારા ટાઈ રોકવી તો શક્ય નથી. પણ જો એવું થશે તો લીગમાં સૌથી ટોચનું સ્થાન મેળવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.  

કેચ આઉટ થવા પર નવો બેટ્સમેન ક્રિઝ પર 

હવે IPL માં કેચ આઉટ થવા પર પિચ પરના બંને બેટ્સમેનોએ એકબીજાને ક્રોસ કરી લીધા હોય તો પણ નવો ખેલાડી જ સ્ટ્રાઈક પર આવશે એવો નિર્ણય BCCI દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ ઓવરનો આખરી બોલ હોય તો નવો બેટ્સમેન જ સ્ટ્રાઈક પર આવે એવો નિયમ લાગુ નહીં પડે. 

અમદાવાદમાં રમાઈ શકે છે પ્લેઓફની મેચો 

આઅ વર્ષે મોટે ભાગે મુંબઈ અને પૂણેમાં આઈપીએલની મેચો રમવાનું આયોજન છે પણ મેચ માટે મેદાન વેગેરેનો અંતિમ નિર્ણય BCCI ની પોતાની જ પાસે રાહેશે. પણ અટકળો

સાચી માનીએ તો અમદાવાદમાં પણ પ્લે ઓફની મેચો રમાય તેવી શક્યતા જણાઈ રહી છે. આઅ અંગેનો આખરી નિર્ણય બીસીસીઆઈ પોતે કરશે અને એ જ સર્વોપરી રહેશે.  

 

આ વખતે 26 માર્ચે આઈપીએલ 2022ની શરૂઆત થશે. જ્યારે 29 મેના રોજ ફાઈનલ રમાશે. આ વખતે યોજાનારી લીગની તમામ 70 મેચ મુંબઈ અને પુણેમાં રમાશે. મુંબઈમાં કુલ 55 મેચ થવાની છે. જ્યારે પુણેમાં 15 મેચ રમાશે.મુંબઈમાં કુલ 55 મેચ થવાની છે. જ્યારે પુણેમાં 15 મેચો રમાશે. આ વખતે મુંબઈના વાનકેડેમાં 20, સીસીઆઈમાં 15 અને ડીવાઈ પાટિલમાં 20 મેચો રમાશે, જ્યારે પુણેના એમસીએ સ્ટેડિયમમાં 15 મેચો રમાશે.

આ વખતે પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થવાની છે. એમએસ ધોનાની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગત વર્ષે એટલે કે, 2021નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આઈપીએલમાં આ વખતે કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહ્યું છે. પણ ફેન્સ માટે એન્ટ્રી મળવાની શક્યા છે. શરૂઆતની મેચમાં 25 ટકા સુધીના દર્શકો મેદાનમાં આવી શકશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ