બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Virat Kohli is eyeing these two big records, Dhoni-Warner will be left behind!

IPL 2024 / હવે વિરાટ કોહલીની નજર આ બે મોટા રેકોર્ડ્સ પર, વોર્નર-ધોની પાછળ રહી જાય તેવી શક્યતા

Pravin Joshi

Last Updated: 10:37 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વિરાટ કોહલીની નજર બે મોટા રેકોર્ડ પર રહેવાની છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

IPL 2024 ની છઠ્ઠી મેચ RCB અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આ મેચમાં તે IPLના બે મોટા રેકોર્ડ તોડી શકે છે. તેનું નિશાન ડેવિડ વોર્નર અને એમએસ ધોનીના રેકોર્ડ હશે.

વિરાટ કોહલી મેદાન પર ક્યારે કરશે વાપસી? ટી20 વર્લ્ડ કપ રમવા માટે IPL જરૂરી  | ipl 2024 virat kohli royal challengers banglore t20 world cup

ડેવિડ વોર્નરનો આ રેકોર્ડ ખતરામાં

વિરાટ કોહલી IPLમાં અત્યાર સુધી 238 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 7284 રન બનાવ્યા છે. જેમાં 643 ચોગ્ગાનો સમાવેશ થાય છે. IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેનોની યાદીમાં તે ત્રીજા સ્થાને છે. જ્યારે ડેવિડ વોર્નર 649 ચોગ્ગા સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી પંજાબ કિંગ્સ સામે 7 ચોગ્ગા ફટકારે તો તે વોર્નરને હરાવી દેશે. બીજી તરફ શિખર ધવન 754 ચોગ્ગા સાથે નંબર વન પર છે.

RCBની કેપ્ટનશીપ મળતા જ વિરાટ કોહલી વિરૂદ્ધ એક્શન! BCCIએ જાહેર કર્યો આદેશ,  હવે ભૂલ થઇ તો... | IPL 2023 virat kohli fined slow over rate can be banned  royal challengers banglore

IPLમાં સૌથી વધુ ફોર

  • શિખર ધવન- 754 ચોગ્ગા
  • ડેવિડ વોર્નર- 649 ચોગ્ગા
  • વિરાટ કોહલી- 643 ચોગ્ગા
  • રોહિત શર્મા- 561 ચોગ્ગા
  • સુરેશ રૈના- 506 ચોગ્ગા

સિક્સ ફટકારી, ફિફ્ટી કરી પછી કોહલી કરી બેઠો મોટી ભૂલ, અનુષ્કા શર્મા બોલી-  'Ohh My God' I RCB vs DC: Virat Kohli catch out after completing half  century in the IPL 2023

ધોનીના આ રેકોર્ડ પર વિરાટની નજર

વિરાટ કોહલી આ મેચમાં સૌથી વધુ ચોગ્ગા તેમજ સૌથી વધુ છગ્ગા મારનારની યાદીમાં એક સ્થાન ઉપર જઈ શકે છે. વિરાટે આઈપીએલમાં અત્યાર સુધી 235 સિક્સર ફટકારી છે અને તે સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની યાદીમાં 5માં નંબર પર છે. જ્યારે એમએસ ધોની 239 છગ્ગા સાથે ચોથા સ્થાને છે. આવી સ્થિતિમાં વિરાટ 5 સિક્સર મારતા જ આ લિસ્ટમાં ધોનીને પાછળ છોડી દેશે.

વધુ વાંચો : IPL 2024નું સંપૂર્ણ શિડ્યુઅલ જાહેર, 26 મે ચેન્નાઈમાં રમાશે ફાઈનલ મુકાબલો, જુઓ ક્યારે કઈ મેચ?

IPLમાં સૌથી વધુ સિક્સર 

  • ક્રિસ ગેલ- 357 છગ્ગા
  • રોહિત શર્મા- 258 છગ્ગા
  • એબી ડી વિલિયર્સ- 251 છગ્ગા
  • એમએસ ધોની- 239 છગ્ગા
  • વિરાટ કોહલી- 235 છગ્ગા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ