બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / IPL 2024 Uproar over Shah Rukh Khan spotted smoking cigarette at stadium

IPL 2024 / VIDEO: સ્ટેડિયમમાં શાહરુખ ખાનની હરકતથી હડકંપ, સિગારેટ સળગાવી ધુમાડા કાઢ્યા

Pravin Joshi

Last Updated: 11:51 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે. બોલિવૂડનો 'કિંગ ખાન' ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં પણ સ્ટેડિયમમાં સિગારેટ પીતા ઝડપાયો હતો, ત્યારબાદ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

IPL 2024 ની તેમની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલે તે ફોર્મ બતાવ્યું જેના માટે તે હંમેશા જાણીતો રહ્યો છે. રસેલે છગ્ગાનો વરસાદ કર્યો. રસેલ સહિત કોલકાતાના બાકીના બેટ્સમેનોના આ પ્રદર્શને માત્ર ટીમના ચાહકોને જ નહીં, પરંતુ ટીમના માલિક અને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનું દિલ પણ જીતી લીધું હતું. પરંતુ આ બધાની વચ્ચે શાહરૂખે કંઈક એવું કર્યું જેને જોઈને હોબાળો મચી ગયો.

સિગારેટનો ધુમાડો ઉડાડતો કેમેરામાં કેદ થઈ ગયો

IPLની નવી સિઝનમાં કોલકાતાની પ્રથમ મેચમાં ટીમને સપોર્ટ કરવા શાહરૂખ ખાન પણ હાજર રહ્યો હતો. આ સમય દરમિયાન શાહરુખને જોઈને ચાહકો ઉત્સાહથી ભરાઈ ગયા હતા અને તેના નામના નારા લગાવવા લાગ્યા હતા, ત્યારે શાહરુખે પણ તેમના પર પ્રેમ વરસાવ્યો હતો અને હાથ મિલાવતા ફ્લાઈંગ કિસ આપી હતી. શાહરૂખે આ દરમિયાન ટીમની બેટિંગની મજા પણ માણી હતી પરંતુ આ દરમિયાન તે અચાનક સિગારેટનો ધુમાડો ઉડાડતો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

સ્ટેડિયમમાં સિગારેટના ધુમાડા ઉડ્યા

પોતાની સ્મોકિંગની આદતને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર શાહરૂખ ખાન ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પણ પોતાને આમ કરવાથી રોકી શક્યો નહીં. કોલકાતાની ઇનિંગ દરમિયાન શાહરૂખ સ્ટેડિયમના કોર્પોરેટ બોક્સમાં બેસીને મેચની મજા માણી રહ્યો હતો અને આ દરમિયાન તે સિગારેટ પીતો કેમેરાની નજરમાં આવ્યો હતો. શાહરૂખનો સ્મોકિંગનો વીડિયો ટીવી સ્ક્રીન પર આવતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ઘણા યુઝર્સે આ માટે શાહરૂખની ટીકા કરી અને તેને યુવાનો માટે ખોટો સંદેશ ગણાવ્યો.

વધુ વાંચો : PBKS vs DC: પંજાબે દિલ્હીને 4 વિકેટે આપી માત, આ ખેલાડીઓનું બલ્લે બલ્લે પ્રદર્શન

અગાઉ પણ ધૂમ્રપાનને કારણે વિવાદ થયોહતો

શાહરૂખ આઈપીએલમાં વિવાદો સાથે લાંબા સમયથી સંકળાયેલો છે. આ પહેલીવાર નથી જ્યારે તે IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં ધૂમ્રપાન કરતો પકડાયો હોય. અગાઉ 2012ની સીઝનમાં પણ તે સ્ટેડિયમમાં સિગારેટ પીતો જોવા મળ્યો હતો. ત્યારબાદ શાહરૂખ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સિગારેટ પીતો જોવા મળ્યો હતો. આ મામલે જયપુરની સ્થાનિક કોર્ટમાં તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ સ્ટાફ સાથેની લડાઈને કારણે તેના પર ઘણા વર્ષો સુધી સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ