બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 rajasthan royals spinner adam zampa withdraw from ipl

IPL 2024 / આખી IPL ટૂર્નોમેન્ટમાંથી બહાર થયો આ મોટો ખેલાડી, ટીમને લાગ્યો મોટો ઝટકો

Arohi

Last Updated: 09:38 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: રાજસ્થાનની ટીમમાં પહેલાથી જ ફાસ્ટ બેલર પ્રસિદ્ધ કૃષ્ણા હાજર છે. પ્રસિદ્ધ સર્જરીના કારણે આ IPLમાં નહીં રમી શકે.

IPL 2024ની શરૂઆત થવામાં હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. બધી ટીમો લગભગ બે મહિના સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 2008ની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સને હાલની ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા ઝટકો લાગ્યો છે. તેના ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ જાંપા છેલ્લા સમય પર આ આઈપીએલથી હટી ગયા છે. જાંપાને રાજસ્થાને ગયા વર્ષે આઈપીએલની હરાજીમાં 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 

વ્યસ્ત શેડ્યુલના કારણે લીધો નિર્ણય 
એક રિપોર્ટ અનુસાર જાંપાના મેનેજરે આ વાતની પુષ્ટિ કરી છે કે જાંપાએ આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત કાર્યક્રમને જોઈને લીધો છે. લેફ્ટ હેન્ડ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલની સાથે રાજસ્થાનની ટીમમાં સ્પિન આક્રમણની જવાબદારી સંભાળે છે. જાંપાએ ગયા વર્ષે રાજસ્થાન માટે છ મેચ રમી હતી અને આઠ વિકેટ લીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ વખતે તેમણે 22 રન પર ત્રણ વિકેટ લીધી હતી. 

જાંપાનું જવું રાજસ્થાન માટે ઝટકો 
જાંપાની ટીમમાં ન હોવાથી રાજસ્થાનને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ટીમમાં પહેલાથી જ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા હાજર નથી. પ્રસિદ્ધ સર્જરીના કારણે આ વર્ષે આઈપીએલમાં નહીં રમી શકે. 

વધુ વાંચો:  IPL ટાણે રાજસ્થાન રોયલ્સને લાગ્યો આંચકો, વિકેટ ખેરવતો બોલર ટીમથી બહાર, વર્લ્ડ કપમાં હતો અવ્વલ

પ્રસિદ્ધ કૃષ્ણા પણ થયા બહાર 
જંપા ઉપરાંત ટીમને પ્રસિદ્ધ કૃષ્ણા પણ પોતાની ટૂર્નામેન્ટ પહેલા બહાર થઈ ચુક્યા છે. ભારતીય બોલર ક્વાડ્રિસેપ્સ સર્જરીના કારણે આખી સીઝનથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ હાલમાં જ તેમની હેલ્થ પર અપડેટ આપતા કહ્યું છે કે હાલ કૃષ્ણ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને રિહેબની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ