બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 CSKs great victory in the first match, 4R created a stir Mustafizurs storm

IPL / IPL 2024: પ્રથમ મેચમાં CSKનો 6 વિકેટે મહાવિજય, 4Rએ મચાવી ધમાલ, મુસ્તાફિઝુરનું તોફાન

Vishal Dave

Last Updated: 11:59 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મેચમાં RCBએ CSKને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો, RCB તરફથી અનુજ રાવતે સૌથી વધુ 48 રન અને દિનેશ કાર્તિકે 38 રન બનાવ્યા હતા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆત થઇ ચૂકી છે. આજે આઇપીએલની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટક્કર થઈ હતી..જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યુ હતું. . આ મેચમાં RCBએ CSKને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB તરફથી અનુજ રાવતે સૌથી વધુ 48 રન અને દિનેશ કાર્તિકે 38 રન બનાવ્યા હતા. CSK તરફથી મુસ્તાફિઝુર રહેમાનને ચાર વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચોઃ  IPLમાં આ બે ખેલાડીઓની થઈ અચાનક એન્ટ્રી, પ્રારંભ પહેલા ચમક્યું નસીબ

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીની શરૂઆત સારી રહી હતી અને કેપ્ટન ડુ પ્લેસીસ સાથે વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. ડુપ્લેસિસે ખૂબ જ સારી બેટિંગ કરી અને 35 રનની ઈનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા. મુસ્તાફિઝુર રહેમાને એક જ ઓવરમાં ડુ પ્લેસિસ અને રજત પાટીદાર (0)ને આઉટ કર્યા હતા.

ત્યારપછી દીપક ચહરે ગ્લેન મેક્સવેલને પેવેલિયન મોકલ્યો, જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. બાદમાં, મુસ્તફિઝુરે વિરાટ કોહલી (21) અને કેમેરોન ગ્રીન (18)ની વિકેટ લઇને RCBની મુશ્કેલીઓ વધારી દીધી હતી.. અહીંથી અનુજ રાવત અને દિનેશ કાર્તિકે 95 રન જોડીને આરસીબીને 173/6 રનના સ્કોર સુધી પહોંચાડી દીધું. CSK તરફથી મુસ્તાફિઝુર રહેમાને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

RCBના 174 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી  CSKના 4 R ચેન્નાઇ સુપર કિંગ્સને વિજય સુધી લઇ ગયા હતા.. આ 4R એટલે ઋતુરાજ, રચિત રવિન્દ્ર, રવિન્દ્ર જાડેજા અને રહાણે ( આંજિક્ય) ઋતુરાજે 15 બોલમાં 15 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. તો રચિત રવિન્દ્રએ માત્ર 15 બોલમાં શાનદાર 37 રન ફટકાર્યા હતા. ત્યારબાદ આવેલા આંજિક્ય રહાણેએ 19 બોલમાં 27 રન નોંધાવ્યા હતા, તો ડરેલ મિશેલ 18 બોલમાં 22 રન નોંધાવી આઉટ થયો હતો. પરંતુ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાએબાજી સંભાળી હતી અને ચેન્નાઇ સુપર કિંગ્સને વિજય સુધી ખેંચી ગયા હતા. રવિન્દ્ર જાડેજા 17 બોલમાં 25 રન નોંધાવી અને શિવમ દુબે 28 બોલમાં 34 રન નોંધાવી અણનમ રહ્યા હતા.. 

---
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ