બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Big blow to Rishabh Pant's Delhi Capitals, Harry Brook out of IPL for Rs 4 crore

સ્પોર્ટ્સ / IPL 2024: રિષભ પંતની ટીમને લાગ્યો મોટો ઝટકો, રૂ. 4 કરોડની કિંમતનો ખેલાડી IPLમાંથી OUT, જાણો કેમ

Pravin Joshi

Last Updated: 06:01 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ની શરૂઆત પહેલા રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હેરી બ્રુકને તેમની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, જેને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 22મી માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ આ પહેલા ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 4 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરીને દિલ્હી કેપિટલ્સમાં સામેલ કરવામાં આવેલ ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. હેરી બ્રુકે અંગત કારણોસર IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઈંગ્લેન્ડના આ સ્ટાર બેટ્સમેનને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગયા વર્ષે આઈપીએલમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું.

જ્યારે ટોઇલેટ જાવ ત્યારે કોઈને કોઈ પાછળ આવતું હોય છે, ઇંગ્લિશ ક્રિકેટરે  પાકિસ્તાની સિક્યોરીટી વિશે શું કહ્યું જુઓ | 'Whenever I go to the toilet,  someone is ...

2023ની સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

2023ની સીઝનમાં હેરી બ્રુકને સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. પરંતુ તે 21થી ઓછી સરેરાશથી માત્ર 190 રન જ બનાવી શક્યો હતો. પરિણામે ફ્રેન્ચાઇઝીએ તેને મીની હરાજી પહેલા મુક્ત કરી દીધો. આ પછી દિલ્હી કેપિટલ્સે તેને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. બ્રુક તાજેતરમાં ભારત પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ટીમમાં પણ નહોતો. બ્રુકે છેલ્લી ઘડીએ ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બ્રુકે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) પાસે પરિવારને ગોપનીયતા આપવાની માગણી કરીને પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ પણ હેરી બ્રુકને બાકાત રાખવા પર સવાલો ઉઠાવ્યા હતા.તેમણે X પર પોસ્ટ કર્યું - IPL ઓક્શનમાં અંગ્રેજ ખેલાડીઓને તમારા જોખમે ખરીદો.

IPL ફ્રેન્ચાઈઝી ઈંગ્લેન્ડના ખેલાડીઓથી નારાજ

ઈંગ્લિશ ખેલાડીઓના વલણને લઈને આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓમાં નારાજગી છે. આ રીતે આઈપીએલ પહેલા ઘણી ટીમોનું સંયોજન ખલેલ પહોંચે છે. હવે IPL ફ્રેન્ચાઇઝીસ આ મુદ્દાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે ઉકેલવા પર વિચાર કરી રહી છે. એક ફ્રેન્ચાઇઝી અધિકારીએ જણાવ્યું હતું કે, એકવાર ખેલાડીઓ હરાજી માટે નોંધણી કરાવે છે, તેઓએ તેમની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું જોઈએ. આમાંથી પીછેહઠ કરવી અવ્યાવસાયિક છે, બીસીસીઆઈએ આ તરફ ધ્યાન આપવું જોઈએ.

IPL Auction: England's Harry Brook Bought By SunRisers Hyderabad For Rs  13.25 Crore | Cricket News

વધુ વાંચો : 'T20 વર્લ્ડકપમાં તેને નજરઅંદાજ...', વિરાટ કોહલીને લઇ પાકિસ્તાન સુધી અવાજ ગૂંજ્યો, જુઓ શું કહ્યું પૂર્વ ક્રિકેટરે

આ પહેલા પણ ખેલાડીઓ અચાનક ખસી ગયા છે

જો કે, આ પહેલા પણ ઘણા વિદેશી ખેલાડીઓ IPLમાંથી અચાનક જ હટી ગયા છે. જેમાં ઈંગ્લેન્ડના પોતાના એલેક્સ હેલ્સ અને જેસન રોયનો સમાવેશ થાય છે. મિશેલ સ્ટાર્ક જેવા ખેલાડીઓએ પણ ભૂતકાળમાં આવા જ કારણો દર્શાવીને પોતાના નામ પાછા ખેંચી લીધા છે. હવે જ્યારે બ્રુક દિલ્હી કેપિટલ્સ ટીમમાંથી ખસી ગયો છે, ત્યારે તેના સ્થાનની શોધ ચાલી રહી છે. વર્તમાન ઈંગ્લેન્ડની ટીમ બેન સ્ટોક્સ-બ્રેન્ડન મેક્કુલમની બેઝબોલ શૈલીની બેટિંગમાં બ્રુકે મહત્વની ભૂમિકા ભજવી હતી.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ