બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / IPL 2023 Final GT vs CSK Final

અમદાવાદ / IPL Final LIVE : વરસાદને કારણે મેચ રોકાઈ, ધોનીની ટીમને આઈપીએલ ચેમ્પિયન બનવા જરુર છે 215 રનની

Hiralal

Last Updated: 10:04 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદને કારણે ગઈ કાલે કેન્સલ થયેલી આઈપીએલની ફાઈનલ મેચ આખરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં શરુ થઈ છે.

  • આખરે અમદાવાદમાં શરુ થઈ આઈપીએલની ફાઈનલ
  • CSKએ ટોસ જીતીને લીધો બોલિંગનો નિર્ણય
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરુ થઈ મેચ 

આઇપીએલ 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ફાઇનલમાં કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ટીમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આઈપીએલ 2023 ની ટાઇટલ મેચ રવિવારે (2023 મે) રમાવાની હતી પરંતુ ભારે વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી ન હતી. ફાઈનલ માટે રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે અને હવે સોમવારે રિઝર્વ ડેના દિવસે મેચ રમાઈ રહી છે. 

અમદાવાદમાં ભારે વરસાદ, મેચ રોકાઈ

અમદાવાદમાં આજે ફરી વાર વરસાદ પડતાં મેચને અટકાવી દેવી પડી હતી. 

ચેન્નઈ સુપરકિંગ્સને મળ્યો 215 રનનો ટાર્ગેટ

ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 214 રન કર્યાં હતા. સૌથી વધારે સાંઈ સુદર્શને 96 રન કર્યાં હતા. 

સાંઈ સુદર્શન અને હાર્દિકે સંભાળી બાજી

સાંઈ સુદર્શને તાબડતોબ ફિફ્ટી ફટકારી હતી. 

54 રન બનાવીને આઉટ થયો સાહા

ગુજરાત ટાઈટન્સની બીજી વિકેટ પડી હતી. સાહા 54 રન બનાવીને આઉટ થયો હતો. ધોનીએ સાહાનો કેચ ઝડપ્યો હતો. 

ગુજરાત ટાઈટન્સના 100 રન પુરા
ગિલના આઉટ થયા બાદ ગુજરાતની ગતિ ઘટી છે. જોકે 12મી ઓવરમાં ટીમે 100 રન પૂરા કરી લીધાં છે. 

39 રન બનાવીને શુભમન ગિલ આઉટ

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ સફળતા મળી છે. શુભમન ગિલને રવિન્દ્ર જાડેજાના બોલ પર એમએસ ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યો છે. ગિલે 20 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. 7.2 ઓવર બાદ સીએસકેનો સ્કોર એક વિકેટે 69 રન છે.

દીપક ચહરે બે વાર ગિલનો કેચ છોડ્યો

દીપક ચહરે બે વાર ગિલનો કેચ છોડ્યો હતો જે પછી ગિલે ખતરનાક બેટિંગ શરુ કરી હતી. 

ચહરે ફરી ગિલનો કેચ છોડ્યો
5 ઓવરના પહેલા જ બોલ પર દીપક ચહરે બોલિંગ અને બોલ્ડની તક ગુમાવી દીધી હતી. જો દીપક ચહરે આ કેચ પકડ્યો હોત તો ગિલને પેવેલિયન પરત ફરવું પડત. પાંચ ઓવરના અંત બાદ ગુજરાતનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 49 રન થઈ ગયો છે. ગિલે ચાર ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા છે. બીજી તરફ સાહાએ બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા.

ચહરે ત્રીજી ઓવરમાં આપ્યાં 16 રન
કેચ છોડ્યા બાદ દીપક ચહરે તેની આગળની ઓવરમાં 16 રન આપ્યાં હતા. રિદ્ધિમાન સાહાએ દીપક ચહરની ઓવરમાં 16 રન કર્યાં હતા. 

ગુજરાતની બેટિંગ શરૂ
ગુજરાત ટાઈટન્સની બેટીંગ શરુ થઈ ગઈ છે. સીએસકે તરફથી દીપક ચહરે પહેલી ઓવર ફેંકી હતી, જેમાં રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે 2-2 રન બનાવ્યા હતા. ગુજરાતનો સ્કોર એક ઓવર બાદ 4/0.

ગુજરાતની ટીમના 11 ખેલાડીઓ
રિદ્ધિમાન સાહા (વિ.કી.), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડયા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી

ચેન્નાઈ સુપર કિંગ્સના 11 ખેલાડીઓ
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), દીપક ચહર, મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના.


 

CSKએ ટોસ જીતીને લીધો બોલિંગનો નિર્ણય
CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસી જીતીને પહેલો બોલિંગનો નિર્ણય લેતા ગુજરાત ટાઈટન્સની ટીમ બેટિંગ માટે ઉતરી હતી. ટોસ જીતીને ધોનીએ કહ્યું કે વરસાદની સંભાવના જોતા અમે પહેલા બેટિંગ કરીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ