બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 boosts these players' faltering careers, proves 'old is gold' with brilliant performances

ક્રિકેટ / આ ખેલાડીઓના ડૂબતાં કરિયરને મળ્યો IPL 2023નો સહારો, શાનદાર પ્રદર્શનથી સાબિત કર્યું કે 'ઓલ્ડ ઈઝ ગોલ્ડ'

Megha

Last Updated: 09:46 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિંક્ય રહાણે, પીયૂષ ચાવલા અને મોહિત શર્મા જેવા જૂના દિગ્ગજ ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી વાત સાચી સાબિત કરી છે ઓલ્ડ ઈઝ ગોલ્ડ.

  • આ ખેલાડીઓની ડૂબતી કારકિર્દીને આઈપીએલથી નવી જીંદગી મળી
  • શાનદાર પ્રદર્શનથી આ ખેલાડીઓ તેમના ટીમની જાન બની ગયા
  • જૂના દિગ્ગજ ખેલાડીઓએ  સાબિત કરી બતાવ્યું કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ

IPL 2023 માં અત્યાર સુધી ઘણા ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે અને ઘણા ખેલાડીઓ સારી રીતે બહાર ઊભરી આવ્યા છે. જો કે ખાસ કરીને કેટલાક અનામી ખેલાડીઓએ આ સિઝનમાં એમ જણાવ્યું છે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ. આ ખેલાડીઓમાં અજિંક્ય રહાણે, પીયૂષ ચાવલા, મોહિત શર્મા જેવા નામ સામેલ છે જેમની ડૂબતી કારકિર્દીને આઈપીએલથી નવી જીંદગી મળી છે. આ યાદીમાં ઈશાંત શર્મા, અમિત મિશ્રા, સંદીપ શર્મા પણ સામેલ છે. આઈપીએલની આ સિઝનથી અજિંક્ય રહાણેને એટલો ફાયદો થયો કે ફરી એકવાર તે ભારતીય ટીમમાં પાછો ફર્યો. 

અજિંક્ય રહાણે, પીયૂષ ચાવલા અને મોહિત શર્મા જેવા જૂના દિગ્ગજ ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી વાત સાચી સાબિત કરી છે ઓલ્ડ ઈઝ ગોલ્ડ. એક વાત નોંધનીય છે કે સિઝનની શરૂઆત પહેલા આ ખેલાડીઓને કોઈ મહત્વ આપતું નહતું પણ હવે  શાનદાર પ્રદર્શનથી આ ખેલાડીઓ તેમના ટીમની જાન બની ગયા છે. 

ગુજરાત ટીમનો મોહિત શર્મા 
મોહિત શર્મા ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સનો નેટ બોલર હતો આ વર્ષે તેણે ચાર મેચમાં છ વિકેટ લીધી છે આ સાથે જ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો છે. મહત્વનું છે કે ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે મોહિત શર્મા ડેથ ઓવરોમાં પસંદગીનો બોલર બની ગયો છે.

રહાણે અને ચાવલાએ સાબિત કર્યું ઓલ્ડ ઈઝ ગોલ્ડ 
અજિંક્ય રહાણેને ચેન્નાઈ સુપર કિંગ્સે 50 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો અને આ સિઝનમાં તેને જબરદસ્ત રન બનાવ્યા છે. રહાણે એ છ ઇનિંગ્સમાં 224 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 189.83 છે. તેઆ સિઝનમાં તેને બે શાનદાર અર્ધસદી પણ ફટકારી છે. એ જ રીતે સિનિયર લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા સાત મેચમાં 11 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી 7.11 રહી છે.

આ ખેલાડીઓનો શાનદાર પ્રદર્શન 
આ ત્રણ ખેલાડીઓ સિવાય ટેસ્ટ ટીમમાં સ્થાન ન મેળવી રહેલા ઈશાંત શર્માએ અહીં પહેલી જ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ સાથે અમિત મિશ્રાએ લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઘણી મેચોમાં મહત્વપૂર્ણ બોલિંગ પણ કરી છે.  IPLમાં 100થી વધુ મેચ રમનાર સંદીપ શર્મા પણ આ IPLમાં કોઈએ ખરીદ્યો નહતો પણ પ્રખ્યાત કૃષ્ણાની ઈજા બાદ તે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. તેણે CSK સામેની બંને મેચમાં સારી બોલિંગ કરીને અત્યાર સુધી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ