બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Investment Tips best small saving scheme comparison between fd nsc savings account

તમારા કામનું / કઇ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાથી તમને મળશે બેસ્ટ રિટર્ન, જાણો ફાયદા અને ટિપ્સ

Arohi

Last Updated: 09:58 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment Tips: RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવાના કારણે ગયા વર્ષથી જ બચત યોજનાઓ પર પણ વ્યાજ ખૂબ જ સારી મળી રહ્યું છે. આજે અમે તમને વિવિધ બચત યોજનાઓમાં મળતા વ્યાજની ડિટેલ્સ વિશે જણાવીએ.

પૈસા કમાયા બાદ તેને બચાવવા અને વધારવા પણ તેટલા જ જરૂરી છે. માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ લોકોને ખૂબ જ કામ આવે છે. હાલ દેશમાં વિવિધ સ્કીમ્સ પર વ્યાજદર ખૂબ વધારે છે. એવામાં કોઈ પણ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરી આરામથી સારૂ રિટર્ન કમાઈ શકાય છે. પરંતુ અમે તમને આ બધી સ્મોલ સેવિંગ્સ સ્કીમની વચ્ચે તુલના કરીને જણાવીશું કે તમને સૌથી વધારે વ્યાજ ક્યાં મળી શકે છે. 

બેંક એફડી 
દેશની નામી બેંકોની એફડીની વાત કરીએ તો HDFC બેંક પોતાની એફડી પર 7.75 ટકા વ્યાજ આપી રહી છે. SBI પોતાની એફડી પર વધારેમાં વધારે 7.50 ટકા વ્યાજ આપી રહી છે. સરકાર નાની બચત યોજનાઓ પર 4 ટકાથી લઈને 8.2 ટકા વ્યાજ આપી રહી છે. સરકાર પોતાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ફેરફાર પણ કરી રહી છે. માટે આ સ્કીમમાં વ્યાજદર વધવાની પણ સંભાવના રહે છે.

કઈ સ્કીમ પર કેટલું વ્યાજ? 

  • 1 વર્ષની પોસ્ટ ઓફિસ FD પર 6.9 ટકા વ્યાજ મળે છે. 
  • 2 વર્ષની પોસ્ટ ઓફિસ FD પર 7 ટકા વ્યાજ મળી રહ્યું છે. 
  • 3 વર્ષની પોસ્ટ ઓફિસ FD પર 7 ટકા વ્યાજ મળી રહ્યું છે. 
  • 5 વર્ષની પોસ્ટ ઓફિસ FD પર 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે
  • 5 વર્ષની RD પર 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે
  • રાષ્ટ્રીય બચત પ્રમાણ પત્ર પર 7.7 ટકા વ્યાજ મળી રહ્યું છે
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે 

વધુ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેવી રીતે કામ કરે છે રિટર્નનું ગણિત? રોકાણ કરતા પહેલા જાણી લેજો, થઇ જશો માલામાલ

  • સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે
  • વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે 
  • માસિક આવક યોજના પર 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ