બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Insurance company cover if the car gets damaged due to rain? Keep these things in mind while taking Car Insurance

તમારા કામનું / વરસાદને કારણે કારને નુકસાન થાય તો શું વીમા કંપની તેની ભરપાઈ કરશે? Car Insurance લેતા સમયે ખાસ આ વાતોનું રાખો ધ્યાન

Megha

Last Updated: 12:24 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી કારને ભારે વરસાદને કારણે નુકસાન થાય છે, તો શું વીમા કંપની તેની ભરપાઈ કરશે? જ્યારે પણ તમે કાર વીમો ખરીદો ત્યારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો

  • કારને વરસાદને કારણે નુકસાન થાય તો વીમા કંપની તેની ભરપાઈ કરશે?
  • કાર વીમો ખરીદો ત્યારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો
  • વીમો લેતી વખતે માત્ર અકસ્માત વિશે વિચારશો નહીં

દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક પાણીના જોરદાર પ્રવાહે રોડ જ ધોવાઈ ગયા છે. એ વાત પણ નોંધનીય છે કે પાણીની ઝડપે વહેતા વાહનોના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યા છે. આવી કુદરતી આફતોમાં જાન-માલના નુકસાનની સાથે તમારા વાહનોને પણ નુકસાન થઈ શકે છે. એવામાં જો તમારી કારને પણ ભારે વરસાદને કારણે નુકસાન થાય છે, તો શું વીમા કંપની તેની ભરપાઈ કરશે? ચાલો એ વિશે સમજીએ.

કારના વીમા દ્વારા વાહનના નુકસાનની ભરપાઈ કરી શકાય 
તો વાત એમ છે કે કાર વીમા દ્વારા વાહનના નુકસાનની ભરપાઈ કરી શકાય છે. એટલા માટે જ્યારે પણ તમે કાર વીમો ખરીદો ત્યારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો, જેથી વીમા દાવા દ્વારા કોઈપણ પ્રકારના નુકસાનને વસૂલવામાં કોઈ મુશ્કેલી ન આવે. 

વીમો લેતી વખતે માત્ર અકસ્માત વિશે વિચારશો નહીં
નોંધનીય છે કે કારનો ઈન્સ્યોરન્સ લેતી વખતે તેની ચોરી અથવા નુકસાન વિશે જ વિચારશો નહીં તેના બદલે એ પણ ધ્યાનમાં રાખો કે તમે જે વીમો ખરીદો છો તે વરસાદ અથવા પૂર જેવી કુદરતી આફતોને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે યોગ્ય છે કે કેમ. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે વીમા દ્વારા કુદરતી આફતોને કારણે તમારા વાહનના નુકસાનની ભરપાઈ કરી શકશો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
સતત વરસાદ અને પૂરના કહેર વચ્ચે વિવિધ રાજ્યોમાંથી જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. તેમાં સામાન્ય રીતે વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળે છે. જેના કારણે વાહનના એન્જીનને ભારે નુકસાન થઈ શકે છે. બજારમાં આવી ઘણી વીમા પોલિસીઓ છે જે આવા નુકસાનને આવરી લે છે. વીમો લેતી વખતે માત્ર આંખ અને કાન ખુલ્લા રાખીને માહિતી વાંચવાની અને સાંભળવાની જરૂર છે. 

આવી પોલિસી પસંદ કરો 
આવા નુકસાનને ટાળવા માટે સૌથી પહેલા યાદ રાખવાની બાબત એ છે કે એવો કારનો વીમો ખરીદવો જેમાં હેવી એન્જિન કવર પણ શામેલ હોય. કુદરતી આફતને કારણે એન્જિનના સીઝ થવાને હાઇડ્રોસ્ટેટિક લોક કહેવામાં આવે છે. વીમા કંપનીઓ આવા કિસ્સાઓમાં દાવાઓ આપતી નથી કારણ કે તેને અકસ્માતની શ્રેણીમાં રાખવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ-1988 મુજબ પૂર, વરસાદ, તોફાન અથવા અન્ય કોઈપણ કુદરતી આફતથી થતા નુકસાનને નુકસાન કવર હેઠળ આવે છે. તેથી એવી વીમા પોલિસી પસંદ કરો જેમાં એન્જિન પ્રોટેક્શન એડ-ઓનનો વિકલ્પ હોય.

કોમ્પ્રિહેન્સિવ મોટર વીમો
જો તમે તમારા વાહન માટે કોમ્પ્રિહેન્સિવ મોટર વીમો લીધો હોય તો તમે કોઈપણ કુદરતી આફત જેમ કે તોફાન, ચક્રવાત, તોફાન અને કરા, વરસાદ અથવા પૂરને કારણે થયેલા નુકસાન માટે દાવો કરી શકો છો. આ પોલિસીમાં બે ઘટકો છે.  એક નુકસાન પર અને બીજું થર્ડ પાર્ટી કવર. ઓન ડેમેજીસ આફતને કારણે અથવા બીજા કોઈ કારણે તમારી કારને થયેલા નુકસાનને આવરી લે છે અને વીમા કંપની તમારા નુકસાન માટે ચૂકવણી કરે છે. 

આ રીતે વીમો ક્લેમ કરો 
- તમારા પોલિસી નંબરનો ઉપયોગ કરીને સંબંધિત વીમા કંપનીના ટોલ-ફ્રી નંબર પર ક્લેમ માટે રજીસ્ટર કરો.
- કંપનીની વેબસાઇટ પરથી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરો. બધા દસ્તાવેજો સબમિટ કરો અને દાવો ફોર્મ સબમિટ કરો. 
- દાવાની અરજી પછી, કંપનીના સર્વેયર અથવા વિડિયો સર્વે દ્વારા વાહનની તપાસ કરવામાં આવશે. આ દરમિયાન તમામ દસ્તાવેજો તમારી સાથે રાખો.
- વાહનનું સર્વે પૂર્ણ થયા પછી, સર્વેયર પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે અને આમ કર્યા પછી તમારો વીમાનો ક્લેમ આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ