બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / INDvsENG Team India's tension increased Ravindra Jadeja may be OUT from the second test

સ્પોર્ટ્સ / INDvsENG: હાર બાદ ફરી ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું, બીજી ટેસ્ટમાંથી આ દિગ્ગજ ખેલાડી થઇ શકે છે OUT

Megha

Last Updated: 12:48 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ 2 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાશે. પરંતુ આ પહેલા રવીન્દ્ર જાડેજા આવનાર મેચમાં રમશે કે નહીં એ અંગે શંકા છે.

  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. 
  • ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટમાં રમશે કે કેમ તે અંગે શંકા છે. 
  • રિપોર્ટ અનુસાર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત છે જેના કારણે બીજી મેચમાં તે રમશે નહીં. 

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. 5 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન રમાવાની હતી, પરંતુ ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનને કારણે મેચ 28મીએ સમાપ્ત થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટમાં મળેલી હાર બાદ ભારતીય ટીમને ઘણા ઝટકા લાગ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટમાં રમશે કે કેમ તે અંગે શંકા છે. 

નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ 2 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાશે. પરંતુ આ પહેલા જાડેજા આવનાર મેચમાં રમશે કે નહીં એ અંગે શંકા છે. ચાલો જાણીએ કે જાડેજા શા માટે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 5 વિકેટ લીધા બાદ 89 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ સામે તેણે પ્રથમ દાવમાં 3 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમના દાવ દરમિયાન જાડેજાએ પ્રથમ દાવમાં 87 રન અને બીજા દાવમાં 2 રન બનાવ્યા હતા. જાડેજાની શાનદાર બેટિંગ અને ઘાતક બોલિંગને જોઈને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે, ત્યારે આ દરમિયાન રવિન્દ્ર જાડેજાની ઈજા અંગેની માહિતી સામે આવી રહી છે. 

રિપોર્ટ અનુસાર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત છે જેના કારણે સમાચાર આવી રહ્યા છે કે તે ઈંગ્લેન્ડ સામેની બીજી મેચમાં ભાગ લઈ શકશે નહીં. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ જશે, પરંતુ તેનું રમવું શંકાસ્પદ છે.

રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 87 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને 190 રનની લીડમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પરંતુ બીજી ઈનિંગમાં જાડેજા રન આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે પણ રનઆઉટ થયો હત. મેચ બાદ કોચ રાહુલ દ્રવિડે આ અંગે વધુ કંઈ કહ્યું ન હતું. તેણે કહ્યું, "તે જોવાનું બાકી છે. હું હજુ સુધી ફિઝિયો સાથે વાત કરી શક્યો નથી. હું પાછો જઈશ અને તેની સાથે વાત કરીશ અને જોઈશ કે શું થયું છે."

સોશિયલ મીડિયા પર ફેન્સ નિરાશ થયા
રવિન્દ્ર જાડેજાના બહાર જવાના સમાચાર સાંભળીને ભારતીય ટીમના ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા છે. જો રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટમાંથી બહાર થાય છે તો ભારતીય ટીમને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર ખેલાડી છે અને તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ટીમને ઘણો સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં તેની ગેરહાજરીને કારણે ભારતીય ટીમની બેટિંગ અને ફિલ્ડિંગ પણ નબળી પડી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ