બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / વિશ્વ / indusind bank and ashok leyland group hinduja may separate soon due to family dispute

ભાઈઓમાં વિવાદ / 108 વર્ષ જૂના હિન્દુજા ગ્રુપમાં પડી જશે ભાગલા: બ્રિટનના સૌથી અમીર બિઝનેસમેન પરિવારમાં વિવાદ, ભારત સાથે નાતો

MayurN

Last Updated: 02:48 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

108 વર્ષ જૂના હિન્દુજા ગ્રુપના વિભાજનની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જૂથની કુલ નેટવર્થ $14 બિલિયન છે. હિન્દુ ભાઈઓ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

  • હિદુજા પરિવાર અલગ થવા જઈ રહ્યો છે
  • પરિવારમાં વિવાદ થતાં લેવાયો નિર્ણય
  • જૂથની કુલ નેટવર્થ $14 બિલિયન છે

બ્રિટનના સૌથી ધનાઢ્ય બિઝનેસ હાઉસમાંથી એક હિદુજા પરિવાર અલગ થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં 108 વર્ષ જૂના હિન્દુજા ગ્રુપના વિભાજનની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જૂથની કુલ નેટવર્થ $14 બિલિયન છે. હિન્દુ ભાઈઓ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા 86 વર્ષીય શ્રીચંદ હિન્દુજાના વકીલોએ તાજેતરમાં લંડનની કોર્ટમાં જણાવ્યું હતું કે પરિવાર 2014ના પરસ્પર કરારને સમાપ્ત કરવા માટે સંમત થયો હતો. આ સંબંધમાં પરિવારો વચ્ચે 30 જૂન 2022ના રોજ સમજૂતી થઈ હતી. 

વિભાજન માટે નવેમ્બર મહિનાની સમયમર્યાદાના નિશ્ચિત 
સૂત્રોના  જણાવ્યા અનુસાર , પારિવારિક વ્યવસાયના વિભાજનને આ મહિનામાં એટલે કે નવેમ્બરમાં જ આખરી ઓપ આપવામાં આવશે. જો નવેમ્બર મહિનામાં વિભાજનને અંતિમ સ્વરૂપ આપવામાં નહીં આવે તો ફરી એકવાર આ મામલો કોર્ટમાં પહોંચી શકે છે. હિન્દુજા ગ્રૂપ ડઝનેક કંપનીઓની માલિકી ધરાવે છે, જેમાંથી છ લિસ્ટેડ કંપનીઓ છે. ભારતમાં બેંકિંગ વ્યવસાય સાથે સંકળાયેલી ઇન્ડસઇન્ડ બેંક પણ હિન્દુજા ગ્રુપની માલિકીની છે. આ સિવાય કોમર્શિયલ વાહનોની મોટી ઉત્પાદક અશોક લેલેન્ડ નામની કંપની પણ હિન્દુજા ગ્રુપની માલિકીની છે.

હિન્દુજા પરિવાર વચ્ચે શું છે વિવાદ?
હિન્દુજા પરિવાર વચ્ચે ચાલી રહેલા વિવાદનું કારણ 2014માં થયેલ પારિવારિક સમાધાન છે. કરારમાં જણાવવામાં આવ્યું હતું કે પરિવારની દરેક વસ્તુ દરેક વ્યક્તિની છે અને કંઈપણ કોઈનું નથી. કરાર પર પરિવારના ચાર ભાઈઓએ સહી કરી હતી. જો કે, સમાધાનના થોડા વર્ષો પછી, મોટા ભાઈ શ્રીચંદ હિન્દુજાની પુત્રીઓ શાનુ અને વીનુએ તેને પડકાર્યો હતો. જે બાદ શ્રીચંદ હિન્દુજા પોતાના ભાઈઓ જીપી હિન્દુજા, પીપી હિન્દુજા અને એપી હિન્દુજા વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યા હતા. આ મામલો કરારની માન્યતા સાથે સંબંધિત હતો. બીજી તરફ, ત્રણ નાના ભાઈઓએ દલીલ કરી હતી કે આ પત્ર 100 વર્ષથી વધુ જૂના હિન્દુજા જૂથની ઉત્તરાધિકાર યોજના છે. આ અંગેનો કાનૂની વિવાદ નવેમ્બર 2019થી ચાલી રહ્યો છે. બ્રિટન ઉપરાંત યુરોપના ઘણા દેશોમાં હિન્દુઆ બ્રધર્સ વચ્ચે આ કાનૂની સંઘર્ષ ચાલી રહ્યો છે. જેના કારણે પરિવારની પ્રતિષ્ઠાને પણ મોટા પાયે નુકસાન થયું છે.

હિન્દુજા ગ્રૂપ કયા વ્યવસાયમાં છે?
દેશમાં ટ્રક (વાણિજ્યિક વાહનો) બનાવવાના વ્યવસાય ઉપરાંત, હિન્દુજા ગ્રુપ બેંકિંગ, રસાયણો, પાવર, મીડિયા અને આરોગ્ય ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. ગ્રુપ કંપનીઓમાં ઓટો મેજર અશોક લેલેન્ડ અને ઇન્ડસઇન્ડ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ થાય છે. હિન્દુજા ગ્રૂપ બ્રિટનનું સૌથી મોટું બિઝનેસ ફેમિલી છે જેની નેટવર્થ $14 બિલિયન છે. ગ્રુપનો બિઝનેસ વિશ્વના 38 દેશોમાં ફેલાયેલો છે. કંપનીના પેરોલ પર લગભગ 1.5 લાખ કર્મચારીઓ છે. હિન્દુજા ગ્રુપની સ્થાપના વર્ષ 1914માં અવિભાજિત ભારતના સિંધ પ્રાંતમાં શ્રીચંદ પરમાનંદ દ્વારા કરવામાં આવી હતી. જૂથ એક સમયે કોમોડિટી-ટ્રેડિંગ પેઢી તરીકે વેપાર કરતું હતું. પરંતુ શ્રીચંદ અને તેમના ભાઈઓએ તેમના કાર્યક્ષમ સંચાલનથી તેમના વ્યવસાયને અન્ય ક્ષેત્રોમાં સતત વિસ્તાર્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ