થોડા સમય પહેલા દિલ્હી અને મુંબઈમાં બીબીસી ઓફિસમાં ઈન્કમ ટેક્સના દરોડા પડ્યાં હતા તે વખતે દરોડાના મુદ્દો ખૂબ ગૂંજ્યો હતો. આજે આ મુદ્દો બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવર્લીએ વિદેશમંત્રી એસ જયશંકર સાથેની દ્વિપક્ષીય ચર્ચામાં ઉઠાવ્યો હતો.
UK Foreign Secretary James Cleverly brought up the BBC tax issue with EAM S Jaishankar today. He was firmly told that all entities operating in India must comply fully with relevant laws and regulations: Sources pic.twitter.com/DbYKJC8kpZ
તમામ વિદેશી સંસ્થાઓએ ભારતના કાયદાનું પાલન કરવું પડશે
વિદેશમંત્રી એસ જયશંકરે પહેલા તો બ્રિટનના વિદેશમંત્રીની વાત શાંતિથી સાંભળી અને ત્યાર બાદ તેમને ચોખ્ખું સંભળાવ્યું કે ભારતમાં કામ કરતી તમામ વિદેશી સંસ્થાઓએ જરુરી કાયદા અને રેગ્યુલેશનનું પાલન કરવું પડશે.
#WATCH | External Affairs Minister Dr S Jaishankar and Russian Foreign Minister Sergey Lavrov meet in Delhi on the sidelines of G20 Foreign Ministers' Meeting pic.twitter.com/ojjWFpDq0f
જયશંકરે બ્રિટનના વિદેશમંત્રીને આપ્યો જડબાતોડ જવાબ
ભારતે બીબીસીની ઓફિસોમાં 'આઈટી સર્વે'નો મુદ્દો ઉઠાવવા બદલ બ્રિટનને આકરો જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે, સંસ્થા ગમે તે હોય, તેણે કાયદાઓનું પાલન કરવું જ પડશે.સૂત્રોએ જણાવ્યું કે જયશંકરે બ્રિટિશ વિદેશ મંત્રીને જડબાતોડ જવાબ આપ્યો છે. જયશંકરે કહ્યું કે તમામ સંસ્થાઓએ કાયદાઓનું પાલન કરવું જ જોઇએ.
ગત મહિને બીબીસીની ઓફિસમાં આઈટી ટેક્સ સર્વે કરાયો હતો
ગયા મહિને બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસીની ઓફિસોમાં ત્રણ દિવસ સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. લંડનમાં પોતાના મુખ્યાલયથી સંચાલિત બીબીસીએ યુકેમાં વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન'નું પ્રસારણ કર્યાના અઠવાડિયા બાદ આવકવેરા વિભાગનો આ સર્વે કરવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણોના સંદર્ભમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બીબીસીની ઓફિસોની તલાશી લીધા બાદ, આઇ-ટી વિભાગે એવો દાવો કર્યો હતો કે તેની આવક, અથવા વિવિધ કંપનીઓ દ્વારા દર્શાવવામાં આવેલો નફો, "ભારતમાં કામગીરીના સ્કેલ સાથે સુસંગત નથી.
On BBC tax issue, EAM Jaishankar firmly told UK leader that all entities operating in India must comply fully with relevant laws: Sources
બ્રિટન સરકારે બીબીસીનો કર્યો હતો બચાવ
બ્રિટન સરકારે ત્યાંની સંસદમાં બીબીસી અને તેના સંપાદકીય સ્વતંત્રતાનો જોરદાર બચાવ કરતા કહ્યું હતું કે, "અમે બીબીસીની તરફેણમાં છીએ. અમે બીબીસીને ભંડોળ પૂરું પાડીએ છીએ. અમને લાગે છે કે બીબીસી વર્લ્ડ સર્વિસ મહત્વપૂર્ણ છે.