બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Indian Navy rescues fishing vessel for second time in 24 hours

કાર્યવાહી / ભારતીય નૌસેના બની દેવદૂત: INS Sumitraએ 19 પાકિસ્તાનીઓને સમુદ્રી લૂંટેરાઓના ચુંગાલમાંથી છોડાવ્યા

Vishal Khamar

Last Updated: 10:12 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INS સુમિત્રા ભારતીય નૌકાદળની સોમાલી ચાંચિયાઓ સામેની કાર્યવાહી ચાલુ છે. ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારીના જહાજ અલ નામીને બચાવી લીધું છે. ભારતીય સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના મરીન કમાન્ડોએ ક્રૂને સુરક્ષિત રીતે બચાવવાના ઓપરેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે સફળતાપૂર્વક બોટને બંધકોમાંથી મુક્ત કરાવી હતી.

  • INS સુમિત્રા ભારતીય નૌકાદળની સોમાલી ચાંચિયાઓ સામેની કાર્યવાહી
  • ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારીના જહાજ અલ નામીને બચાવ્યું
  • માછીમારીના જહાજમાં 19 પાકિસ્તાની સવાર હતા

 સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે. ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારીના જહાજ અલ નામીને બચાવી લીધું છે.

ચાંચિયાઓ સામે INS સુમિત્રાનું વધુ એક ઓપરેશન
માહિતી આપતાં, એક ભારતીય સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ કોચીના દરિયાકાંઠે લગભગ 800 માઇલ દૂર ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા ફિશિંગ જહાજ અલ નામીને બચાવી લીધું છે.

માછીમારીના જહાજમાં 19 પાકિસ્તાની સવાર હતા
ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં કહ્યું કે નેવલ શિપ સુમિત્રાએ સોમાલિયાના પૂર્વ કિનારે વધુ એક સફળ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય નૌકાદળે માછીમારીના જહાજ અલ નામી અને તેના ક્રૂને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે. આ જહાજમાં 19 પાકિસ્તાની નાગરિકો પણ સવાર હતા.

વધુ વાંચોઃ માથે હથોડાના 50 ઘા મારી ભારતીય વિદ્યાર્થીની અમેરિકામાં કરપીણ હત્યા, ભારતે ઘટનાને વખોડી

ઈરાની જહાજને એક દિવસ પહેલા બચાવી લેવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા પણ ભારતીય નૌસેનાએ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા. ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઈજેક કર્યું હતું, જેમાં લગભગ 17 ક્રૂ મેમ્બર સવાર હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ