UKમાં ફસાયેલા મીથિલ પટેલને મદદ મળી છે હાલ તને હોસ્પિટલમા દાખલ કરાયા બાદ ટૂંક સમયમાં ભારતીય એમ્બેસી મીથિલને ભારત પરત પહોચવા માટે મદદ કરશે.
UKમાં ફસાયેલા મીથિલ પટેલને હોસ્પિટલમાં કરાયો દાખલ
ટૂંક સમયમાં ભારતીય એમ્બેસી મીથિલને ભારત પરત કરશે
નોર્થ વિચ હોસ્પિટલમાં મીથિલને કરાયો દાખલ
આજના યુવાઓમાં વિદેશ જવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે વર્ક પરમીટ ઉપર UK જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદ પંથકનો યુવાનને UK માં નોકરી માટે ગયા બાદ યુકેમાં ફરાયો હતો. UKમાં ફસાયેલા મીથિલ પટેલને આણંદના હર્ષિલ દવેએ મદદ કરી હતી. જેને વતન પરત લાવવા માંગ પણ કરી હતી. જે અંગે VTV NEWSમા અસરદાર અહેવાલ રજૂ થયા બાદ મીથિલને મદદ મળી છે. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને ટૂંક સમયમાં ભારતીય એમ્બેસી મીથિલને ભારત પરત કરે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. હાલ મીથિલ નોર્થ વિચ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આવો છે સમગ્ર કિસ્સો
મૂળ નડિયાદનો છે વતની મીથિલ પટેલ ઘણા સમયથી પરિવાર સાથે અમદાવાદમાં સ્થાયી થયો છે. આવી સ્થિતિ વચ્ચે યુવકને યુકેમાં નોકરીના સપના દેખાયા બાદ એજન્ટનો ભેટો થયો હતો. જેની જરૂરી કાર્યવાહી કર્યા બાદ આ યુવાન બે માસ પહેલા એજન્ટ મારફતે યુકે ગયો હતો. પરંતુ ત્યાં જઈને તેના પગ તળેથી જમીન સરખી જાય તેવી ચોંકાવનારી ઘટના સામેં આવી હતી અને હાલ આ યુવાન UK ના કિંગ્સબરીમાં ફસાયો છે.
જે કંપની દ્વારા ઓફર લેટરથી યુવકને નોકરી આપવાની વાતો કરી હતી. બાદમાં UK ગયો હતો ત્યાં નોકરી જ ન મળતા હેરાન થયો છે. થોડો સમય વીતી ગયા બાદ હવે યુવક પાસે પીજીના પૈસા ખૂટી પડ્યા છે જેને લઈને સંચાલક દ્વારા યુવકને પીજીમાંથી કાઢી મુક્યો હતો. હાલ તે ફૂટપાથ પર દિવસ રાત ગુજારી રહ્યો છે. વધુમાં યુવકના પાસપોર્ટ સહિત તમામ ડોક્યુમેન્ટ પણ ચોરાઈ ગયાનું સામે આવ્યું છે. આ દરમિયાન ત્યાં એક ગુજરાતી યુવાન તેને મળ્યો હતો. જેને મીથિલ પટેલે પોતાની આપવિતી જણાવી હતી. યુવાને સરકાર સમક્ષ રાહતનો ખોળો પાથરી ઘરે પહોંચવા કરુણ અવાજે માંગ ઉઠાવી હતી.જે અંગેનો અહેવાલ વિટીવી ન્યૂઝમાં સામે આવ્યો હતો.