બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / india vs south africa 3rd t20 highlights full records list suryakumar yadav 4th historic t20i century equal rohit maxwell birthday boy kuldeep yadav 5 wickets tspo

ક્રિકેટ / સૂર્યાએ શાનદાર સેન્ચુરી ફટકારી રચ્યો કીર્તિમાન, બર્થડે બોય કુલદીપ ભલભલા બલ્લેબાજોને કર્યા પવેલીયનભેગા: તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Dinesh

Last Updated: 11:07 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

india vs south africa 3rd t20: આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે T20માં પોતાના નામે ચોથી સદી કરી હતી. સૂર્યાએ તેની ઇનિંગમાં 8 સિક્સ અને 7 ફોર ફટકારી હતી

  • ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને કારમો પરાજય
  • કેપ્ટન સૂર્યાના 56 બોલમાં 100 રન ઐતિહાસિક બનાવ્યા હતા
  • સૂર્યા અને યશસ્વીએ 70 બોલમાં 112 રનની ભાગીદારી કરી હતી

india vs south africa 3rd t20: સૂર્યકુમાર યાદવની સદી અને કુલદીપ યાદવની પાંચ વિકેટે ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને ધવસ્ત કર્યો હતો. આ રીતે ત્રણ મેચની ટી-20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી. પહેલા રમતા ભારીય ટીમના કેપ્ટન સૂર્યાના 56 બોલમાં 100 રન ઐતિહાસિક બનાવ્યા હતા. આ 100 રનના કારણે 201/7નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 95 રનમાં સમેટાઈ ગઈ હતી અને 106 રનથી હારી ગઈ હતી. આ તેની ત્રીજી સૌથી મોટી હાર હતી. જ્યારે બર્થડે બોય કુલદીપ યાદવે 17 રન આપીને 5 વિકેટ લીધી હતી. જે તેના જન્મદિવસ પર ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ પણ બે વિકેટ પોતાના નામે કરી હતી. મુકેશ અને અર્શદીપને એક-એક વિકેટની સફળતા હાથે લાગી હતી

પ્રથમ બેટિંગ કરવા ઉતરી ભારતીય ટીમ
આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે T20માં પોતાના નામે ચોથી સદી કરી હતી. સૂર્યાએ તેની ઇનિંગમાં 8 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. આ રીતે તેણે ટી-20માં સૌથી વધુ સદી ફટકારવાના ગ્લેન મેક્સવેલ અને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી છે. મેક્સવેલ અને રોહિતના નામે પણ આ ફોર્મેટમાં 4-4 સદી છે. T20 શ્રેણીની આ છેલ્લી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. ટીમે માત્ર 29 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. કેશવ મહારાજના સતત બે બોલ પર શુભમન ગિલ (12) અને તિલક વર્મા (0) આઉટ થયા હતા.

70 બોલમાં 112 રનની ભાગીદારી
સૂર્યા અને યશસ્વીએ 70 બોલમાં 112 રનની ભાગીદારી કરી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી. યશસ્વી 41 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. એક વખત એવું લાગતું હતું કે તે સદી ફટકારી શકશે. બીજી તરફ સૂર્યાએ લીડ જાળવી રાખી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને લિઝાર્ડ વિલિયમ્સે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે તબરેઝ શમ્સી, નાન્દ્રે બર્જરને 1-1 વિકેટ મળી હતી. મેચમાં 202 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી આફ્રિકન ટીમ માત્ર 13.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે ડેવિડ મિલરે સૌથી વધુ 35 રન અને એડન માર્કરામે 25 રન બનાવ્યા હતા. જ્યારે 8 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવે 2.5 ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકા માટે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ હારનું માર્જિન 
111 ઓસ્ટ્રેલિયા, ડરબન, 2023માં 
107 ઓસ્ટ્રેલિયા, જોહાનિસબર્ગ, 2023 
106 ભારત, જોહાનિસબર્ગ, 2023 
97 ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન, 2020 
95 પાકિસ્તાન, સેન્ચુરિયન, 2023 

T20iમાં જન્મદિવસ પર શ્રેષ્ઠ બોલિંગ
 5/17 - કુલદીપ યાદવ (ભારત) - દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2023
 4/9 - વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) - ભારત, કોલંબો (RPS), 2021
 4/21 - ઇમરાન તાહિર (દક્ષિણ આફ્રિકા) - નેધરલેન્ડ, ચિટાગોંગ, 2014 
4/25 - કાર્તિક મયપ્પન (UAE)-આયર્લેન્ડ, દુબઈ (ICCA), 2021 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ