બ્રેકિંગ ન્યુઝ
VTV / India reports 12,213 new cases & 7,624 recoveries, in the last 24 hours.
ParthB
Last Updated: 10:14 AM, 16 June 2022
ADVERTISEMENT
ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.
ADVERTISEMENT
ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે એક દિવસ પહેલા કરતા લગભગ 4 હજાર વધુ છે. કુલ 12,213 નવા કોરોના કેસ નોંધાયા છે. આ પછી, સક્રિય કેસોની સંખ્યા 58 હજારથી વધુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 11 દર્દીઓના મોત પણ નોંધાયા છે.
#COVID19 | India reports 12,213 new cases & 7,624 recoveries, in the last 24 hours.
— ANI (@ANI) June 16, 2022
Active cases 58,215
Daily positivity rate 2.35% pic.twitter.com/yL8XVI0RHf
છેલ્લા 24 કલાકમાં કુલ 7624 લોકો કોરોનાને મહાત આપી
છેલ્લા 24 કલાકમાં કુલ 7624 લોકો કોરોનાથી સાજા થયા છે અને ડિસ્ચાર્જ થયા છે. નવા કેસ પછી, કોરોના કેસની કુલ સંખ્યા 4,32,57,730 પર પહોંચી ગઈ છે. બીજી તરફ અત્યાર સુધીમાં 4,26,74,712 લોકો સાજા થયા છે. કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5,24,803 પર પહોંચી ગયો છે. ભારતમાં પણ રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1,95,67,37,014 રસીકરણ થયું છે.
કોરોના કેસો વધતાં સમગ્ર દેશમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
મહત્વનું છે કે, ગુરુવારની સરખામણમીમાં બુધવારના આંકડાઓ પર નજર કરીએ તો 15 જૂને દેશમાં લગભગ 8 હજાર કોરોના કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી, આ આંકડો સતત 8 હજારની નજીક હતો, પરંતુ હવે કોરોનાના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે હવે ચોથા લહેરનો ખતરો છે. તેથી જ સમગ્ર દેશમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT