બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / india puts stand on russia ukraine crisis in united nations

Russia Ukraine Crisis / યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કર્યો પોતાનો પક્ષ, જુઓ શું કહ્યું

Mayur

Last Updated: 11:05 AM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીના આદેશ વચ્ચે હવે ભારતે પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

  • રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયું યુદ્ધ 
  • યુદ્ધને તાત્કાલિક સ્થગિત કરવાની અપીલ
  • સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કર્યો પક્ષ 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીના આદેશ વચ્ચે હવે ભારતે પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

યુદ્ધને તાત્કાલિક સ્થગિત કરવાની અપીલ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે અમે યુદ્ધને તાત્કાલિક સ્થગિત કરવાની અપીલ કરીએ છીએ, પરિસ્થિતિ મોટા સંકટમાં ફેરવાઈ જવાની અણી પર છે. જો તેને કાળજીપૂર્વક સંભાળવામાં ન આવે તો તે વિશ્વની સુરક્ષાને નબળી પાડી શકે છે.

વાતચીત દ્વારા ઉકેલનો ઉપાય 

તમામ પક્ષકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઈએ. અમે તમામ પક્ષોને સંયમ રાખવા હાકલ કરીએ છીએ, એમ તેમણે કહ્યું. અમે માનીએ છીએ કે રાજદ્વારી વાતચીત દ્વારા જ આ મુદ્દાને ઉકેલી શકાય છે.

રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશ જારી કરતા પુતિને કહ્યું કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને જલદી શસ્ત્રો નીચે મૂકવાની ધમકી આપી હતી, નહીં તો યુદ્ધ ટાળી શકાય નહીં.

અન્ય દેશોને પણ ધમકી 
પુતિને કહ્યું હતું કે જે દેશ રશિયા-યુક્રેન વિવાદની વચ્ચે આવશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે જે કોઈ પણ આપણા દેશ અને આપણા લોકો માટે ખતરો ઉભો કરવાનો પ્રયાસ કરે છે તેણે જાણવું જોઈએ કે રશિયા તેનો જવાબ તાત્કાલિક હશે અને વિશ્વને એવા પરિણામો તરફ લઈ જશે જે તેના ઈતિહાસમાં પહેલા ક્યારેય  બન્યું નથી એવું પણ બનશે. 

યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈને બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી
ભારતમાં યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સના એક અધિકારીએ જણાવ્યું કે યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (UIA) ની વિશેષ ફ્લાઈટ આજે સવારે 7:45 કલાકે દિલ્હી એરપોર્ટ પર વિદ્યાર્થીઓ સહિત 182 ભારતીય નાગરિકો સાથે ઉતરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ