બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / India-Pakistan match in Ahmedabad, being the home ground, this big responsibility can be given to Hardik Pandya

World Cup 2023 / ભારત-પાકિસ્તાન મેચ અમદાવાદમાં, હોમગ્રાઉન્ડ હોવાથી રોહિત શર્માની સાથે હાર્દિક પંડ્યાને અપાઇ શકે છે આ મોટી જવાબદારી, હવે તો જીત પાક્કી!

Megha

Last Updated: 02:39 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાનની મેચમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ કેપ્ટન રહેશે પરંતુ હાર્દિક પંડ્યા મેદાન પર વાસ્તવિક કેપ્ટન્સી કરતા જોવા મળી શકે છે.

  • ભારત- પાકિસ્તાનની મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
  • આ ટીમમાં મેચમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે  
  • IPL 2023ની ફાઈનલ પહેલા હાર્દિકે અમદાવાદમાં સતત ત્રણ મેચ જીતી હતી

વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ટક્કર હવે પાકિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારા લયમાં જોવા મળી રહી છે અને હવે આવતીકાલે એટલે કે મેચ 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારત પાકિસ્તાનની મેચમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે  
આ મેચ બંને ટીમો માટે અન્ય મેચો કરતા મોટી છે અને સમગ્ર ક્રિકેટ જગત આ મેચની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં હારનો સામનો કરવા ઈચ્છશે નહીં. એવામાં ભારત પાકિસ્તાનની આ મેચમાં રોહિત શર્મા નહીં પરંતુ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે. 

રોહિત મેદાન પર સત્તાવાર કેપ્ટન રહેશે પરંતુ.. 
એ વાતીઓ આપણે બધા જાણીએ જ છીએ કે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન છે. આનો સીધો અર્થ એ છે કે તે રોહિતને તેની જીતની રણનીતિમાં સાથ આપશે. રોહિત મેદાન પર સત્તાવાર કેપ્ટન રહેશે પરંતુ હાર્દિક આ મેદાન પર રમવાના તેના અનુભવનો ફાયદો ટીમ ઈન્ડિયાને આપશે. એટલે કે હાર્દિક પંડ્યા પ્રત્યેક્ષ રીતે નહીં પરોક્ષ રીતે આ મેચમાં કેપ્ટનશિપ કરી શકે છે. 

હાર્દિકને અમદાવાદ આ સ્ટેડિયમમાં રમવાનો અનુભવ છે
ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એટલે કે પંડ્યા આ મેચ પોતાના ઘરે રમશે. સાથે જ મહત્વનું છે કે IPLમાં હાર્દિક પંડયા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે, જેનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. 2022માં પોતાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતને IPLની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનાવી ચૂક્યા છે અને તેને આ મેદાન પર રોહિત કરતાં વધુ કેપ્ટનશિપ કરી છે. તે સારી રીતે જાણે છે કે આ મેદાન પર કેવા પ્રકારની બોલિંગ કામ કરી શકે છે અને આ મેદાનની પિચ કેવી છે. આવી સ્થિતિમાં પ્લેઇંગ-11ની પસંદગી અને અન્ય નિર્ણયોમાં પંડ્યાના અભિપ્રાયનું ઘણું મહત્વ રહેશે. સાથે જ પંડ્યા પાકિસ્તાન સામેની જીતની રણનીતિ નક્કી કરવામાં પણ રોહિતની મદદ કરી શકે છે.

IPL 2023ની ફાઈનલ પહેલા હાર્દિકે અમદાવાદમાં સતત ત્રણ મેચ જીતી હતી
કેપ્ટનશિપ આ વર્ષની આઈપીએલમાં પણ હિટ રહી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ ટીમ સતત બીજા વર્ષે ફાઇનલમાં પહોંચી હતી. એ અલગ વાત હતી કે ટીમ ટાઈટલ જીતવામાં ચૂકી ગઈ હતી અને ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર થઈ હતી, પરંતુ કેપ્ટન તરીકે પંડ્યાની વ્યૂહરચના આખી સિઝનમાં અસરકારક રહી હતી. હાર્દિકની ગુજરાત ટાઇટન્સે તેના હોમ ગ્રાઉન્ડ પર 9માંથી 5 મેચ જીતી હતી. IPL 2023ની ફાઈનલ પહેલા હાર્દિકે અમદાવાદમાં સતત ત્રણ મેચ જીતી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ