બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / india lost against england in first match of t20 series

ક્રિકેટ / ન બેટિંગનાં ઠેકાણા, ન બોલિંગના! ઈંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો ધબડકો, 9 વિકેટે કારમો પરાજય

Khevna

Last Updated: 11:05 AM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 સીરીઝની પહેલી જ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે હાર મળી છે.

 

  • ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડ સામે ટી20 સીરીઝની પહેલી મેચ હારી 
  • ઇંગ્લેન્ડને આપ્યો હતો 133 રનનો ટારગેટ 
  • ઇંગ્લેન્ડની સારાહ ગ્લેનનું જબરદસ્ત પ્રદર્શન   

ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડ સામે ટી20 સીરીઝની પહેલી મેચ હારી 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ છે. અહીં ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની ટી20 સીરીઝની શરૂઆત અત્યંત ખરાબ કરી છે. સીરીઝની પહેલી જ મેચમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમે 9 વિકેટથી ભારતને માત આપી છે. 

ચેસ્ટર - લે - સ્ટ્રીટનાં રીવરસાઈડ ગ્રાઉન્ડ પર રમવામાં આવેલા આ મુકાબાલામાં ભારતની ખરાબ બેટિંગ અને બોલિંગ સાથે ફિલ્ડીંગ પણ ખરાબ રહી છે. ઘણા કેચ છુટ્યા અને બાઉન્ડ્રી પર અંકુશ ન લગાવી શક્યા. ભારતીય ટીમના મિડલ ઓર્ડરે પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. 

ઇંગ્લેન્ડની મહિલા ટીમે હાલમાં જ ધ હંડ્રેડ ટુર્નામેન્ટ રમી છે. તેમને તેનો ફાયદો થયો. ઇંગ્લેન્ડની ટીમે 133 રનનો ટારગેટ એક વિકેટ ગુમાવીને 13 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો. આ જીતમાં ઓફ સ્પિનર સારાહ ગ્લેને પ્રમુખ ભૂમિકા નિભાવી. તેમણે 23 રન આપીને 4 વિકેટ લીધી. તેમને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યા. 

ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ફેલ 
જણાવી દઈએ કે મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરી. શરૂઆત તો ઠીકઠાક મળી, પણ મિડલ ઓર્ડરે કામ ખરાબ કરી દીધું. એક સમયે ભારતીય ટીમની 8.2 ઓવરમાં 2 વિકેટ પર 55 રન હતા. પણ ત્યાંથી વિકેટો પડવાની શરુ થઇ. કુલ ભારતીય ટીમે 132 રન જ બનાવ્યા. સારાહ ગ્લેને 23 રન આપીને 4 વિકેટ લીધી. 

ઇંગ્લેન્ડની ટીમે 9 વિકેટથી મેચ જીતી 
133 રનના ટારગેટનાં જવાબમાં ઇંગ્લેન્ડનું દમદાર પ્રદર્શન જોવા મળ્યું. ઓપનર સોફિયા ડંકલીએ  44 બોલ પર 61 રન બનાવ્યા. આ ઉપરાંત, ડેનીલે વાયટે 16 બોલ પર 24 રન બનાવ્યા અને એલીસે કેપ્સીએ 20 બોલ પર 32 રન બનાવ્યા. ભારતીય ટીમ માત્ર એક વિકેટ લઇ શકી. એ પણ વાઈડ બોલ પર સ્ટમ્પીંગનાં રૂપમાં.  આ પ્રકારે ઇંગ્લેન્ડની ટીમે 13 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ