બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india canada row govt tv channel terror accused dont give platform

તણાવ / આતંકવાદીઓને મંચ ન આપો, ડિબેટમાં દુશ્મન દેશોને બોલાવશો નહીં...: કેનેડા તણાવ વચ્ચે ભારત સરકારની ન્યૂઝ ચેનલોને સલાહ

Manisha Jogi

Last Updated: 10:05 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો કેનેડા સાથે રાજનૈતિક વિવાદ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૂચના તથા પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મ માટે એક રિમાઈન્ડર જાહેર કર્યું છે.

  • ભારતનો કેનેડા સાથે રાજનૈતિક વિવાદ ચાલી રહ્યો છે
  • ભારત સરકારની ટીવી ચેનલોને સલાહ
  • ‘ડિબેટમાં દુશ્મન દેશોને બોલાવશો નહીં...’

ભારતનો કેનેડા સાથે રાજનૈતિક વિવાદ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૂચના તથા પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મ માટે એક રિમાઈન્ડર જાહેર કર્યું છે. સરકારે ટીવી ચેનલોને દેશના દુશ્મનોને ડિબેટમાં ના બોલાવવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, તાજેતરમાં એક એવા વ્યક્તિને ટીવી પર ચર્ચા માટે બોલાવવામાં આવ્યો હતો, જેના પર અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. 

ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે, ‘મંત્રાલયે નોંધ્યું છે કે, વિદેશના એક વ્યક્તિને ટેલીવિઝન ચેનલ પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિ સામે આતંકવાદ સહિત અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે અને ભારતમાં પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલ છે. તે વ્યક્તિએ પણ જે નિવેદન આપ્યું તે ભારતની સંપ્રભુતા, અખંડતા, ભારતની સુરક્ષા, વિદેશી દેશની સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો માટે જોખમી હતું. જેમાં દેશમાં સાર્વજનિક વ્યવસ્થાને બગાડવાની સંભાવની હતી.’ 

એક અધિકૃત જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ટીવી ચેનલોને સલાહ આપવામાં આવે છે કે, આ પ્રકારની વ્યક્તિઓને કોઈપણ પ્રકારનું મંચ ના આપવામાં આવે છે. જે લોકો સામે ગંભીર અપરાધ અને આતંકવાદના આરોપ છે, તેઓ પણ શામેલ છે. સરકાર મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખે છે અને તેના અધિકારોનુ સમ્માન કરે છે. ટીવી ચેનલે કન્ટેન્ટ પ્રસારિત કરવા માટે CTN અધિનિયમ, 1995ની જોગવાઈનું પાલન કરવું જોઈએ. જેમાં ધારા 20 (2) શામેલ છે.’

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની અલગાવવાદી નેતા સિંહ નિજ્જની હત્યા બાબતે કૂટનીતિક વિવાદ ચાલી રહ્યો છે.  આ પરિસ્થિતિમાં સરકારનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના આરોપ મુક્યો હતો કે, સિંહ નિજ્જની હત્યામાં ભારતીય એજન્ટની સંભવિત ભૂમિકા છે, ત્યાર પછી આ વિવાદ ઉભો થયો છે. ભારતે આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો હતો. ત્યારપછી કેનેડાએ ભારતીય અધિકારીને નિષ્કાસિત કર્યા હતા. ત્યારપછી ભારતે કેનેડાને રાજદૂતને નિષ્કાસિત કર્યા હતા. ભારતે કેનેડામાં ભારત વિરોધી એક્ટિવિટીની ટીકા કરી હતી અને કેનેડામાં ટ્રાવેલ અધિકારીઓને સાવધાની રાખવાની સલાહ આપી હતી. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Advisory for india tv channel Ambassador of Canada India Justin Trudeau TV Debate canada india Canada india tv channel જસ્ટિન ટ્રૂડો ભારત કેનેડા ભારતીય રાજદૂત india canada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ