બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI: 'Sailfish captain..' Hardik Pandya shows selfishness against Tilak, angry fans remember Dhoni

'સેલફિશ કેપ્ટન..' / હાર્દિક પંડ્યાનો જબરદસ્ત વિરોધ: એવું તો શું કર્યું કે લોકોએ લગાવી દીધી ક્લાસ, ધોની-વિરાટનો જૂનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો

Pravin Joshi

Last Updated: 08:36 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 માં 7 વિકેટે જીત મેળવી હતી. પરંતુ આ જીત કરતાં પણ વધુ ચર્ચા હાર્દિક પંડ્યાની હરકતોની છે. તેને તિલક વર્માની ફિફ્ટી પસંદ નહોતી. જે બાદ નારાજ ફેન્સે હાર્દિકને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાનું શરૂ કરી દીધું છે.

  • ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 માં 7 વિકેટે જીત મેળવી
  • મેચમાં તિલક વર્મા 1 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો
  • ફેન્સે પંડ્યાને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાનું શરૂ કરી દીધું 

ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરતાની સાથે જ કરોડો લોકોના દિલ જીતનાર યુવા ખેલાડી તિલક વર્મા. પ્રથમ બે T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની જીત કરતાં તિલક વર્માની વધુ ચર્ચા થઈ હતી. હવે ત્રીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાની જીતમાં પણ યુવા બેટ્સમેનના બેટમાંથી રન આવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયા ભલે જીતી ગઈ હોય, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાનું એક કામ ચાહકોને સારું લાગ્યું નથી. તિલક વર્મા આ મેચમાં માત્ર 1 રનથી સતત બીજી અડધી સદી ચૂકી ગયો હતો. જેનું કારણ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હોવાનું માનવામાં આવે છે. ગુસ્સે ભરાયેલા ફેન્સે હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાનું શરૂ કરી દીધું છે. તો કેટલાક ચાહકો ધોનીને યાદ કરી રહ્યા છે. ત્રીજી T20માં સૂર્યા અને તિલક વર્માની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારતે 160 રનનો ટાર્ગેટ 13 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલ કંઈ ખાસ કરી શક્યો ન હતો. કરો યા મરોની મેચમાં ટીમ ઈન્ડિયાએ કમબેક કરીને સિરીઝને જીવંત રાખી છે.

 

હાર્દિક પંડ્યાએ તિલક વર્માને ફટકારવાની ના પાડી

સૂર્યકુમારની 83 રનની ઈનિંગે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. આ ઘટના તે સમયની છે જ્યારે ભારતીય ટીમ જીતની ઉંબરે ઉભી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને ફટકારવાની ના પાડી, તેની આખી વાત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ગઈ. હાર્દિકે કહ્યું, 'તમારે સમાપ્ત કરવું પડશે, અંત સુધી રમવું પડશે, નોટ આઉટથી ફરક પડે છે.' પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 3 રનની જરૂર હતી ત્યારે તિલક એક સિંગલ લઈને 49 રન સુધી પહોંચી ગયો હતો. સ્ટ્રાઈક પર આવેલા હાર્દિકે તિલકની ફિફ્ટી પસંદ ન કરી, યુવા બેટ્સમેનને સ્ટ્રાઈક આપવાને બદલે છગ્ગાએ જ મેચનો અંત લાવી દીધો. જેના કારણે ચાહકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો છે. ઘણા ચાહકો તેને સેલફિશ કેપ્ટન કહીને તેને અનફોલો કરી રહ્યા છે, આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ધોનીને યાદ કર્યો 

હાર્દિક પંડ્યાથી નારાજ કેટલાક ચાહકોએ ધોનીને યાદ કર્યો છે. માહી ઘણીવાર મેચો ફિનિશ કરવા માટે જાણીતો છે. પરંતુ ઘણી વખત ધોનીએ યુવાઓને મેચ પૂરી કરવાની પૂરી તક આપી. ફેન્સ ધોનીનો વિરાટ કોહલી સાથે બેટિંગનો જૂનો વીડિયો શેર કરી રહ્યા છે, જ્યારે ધોનીએ વિરાટને મેચ પૂરી કરવા કહ્યું અને સિંગલ રન પણ ન કર્યો. જે બાદ બંને બેટ્સમેન હસતા જોવા મળ્યા હતા. ધોનીને યાદ કરીને ચાહકો હાર્દિક પંડ્યાની આકરી ટીકા કરી રહ્યા છે.

 

ચાહકોએ સોશિયલ મીડિયા પર પંડ્યાની ટીકા કરી હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ