બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI in t20 hardik pandya beacome 1st indian player to done 50 wickets and 500 runs

રેકોર્ડ બ્રેક / WIમાં હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ, T20માં આ રેકોર્ડ પોતાના નામે કરનાર પહેલો ભારતીય ખેલાડી

Arohi

Last Updated: 12:38 PM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં એક એવું કામ કર્યું જે આ પહેલા કોઈ ભારતીય ખેલાડીએ કર્યું ન હતું.

  • હાર્દિર પંડ્યાએ બનાવ્યો મોટો રેકોર્ડ 
  • વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કર્યો કમાલ 
  • રેકોર્ડ બનાવનાર પહેલો ભારતીય ખેલાડી 

ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સમયે ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું રેકોર્ડબ્રેક પ્રદર્શન IPL 2022થી ચાલુ છે. હાર્દિક પંડ્યાએ મંગળવારે સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં વિન્ડીઝ સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં પણ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ મેચમાં એક એવું કામ કર્યું જે આ પહેલા કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો.

હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ 
હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં 4 ઓવર નાખીને 4.75ની ઈકોનોમીમાં માત્ર 19 રન આપ્યા અને 1 વિકેટ લીધી. આ વિકેટ મળતાની સાથે જ હાર્દિક પંડ્યાએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પૂરી કરી લીધી અને સાથે જ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં 500 થી વધુ રન અને 50 વિકેટ લેનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ખાસ સિદ્ધિ મેળવનાર હાર્દિક વિશ્વનો 9મો ખેલાડી છે.

ભારત માટે ટી20માં સૌથી વધારે વિકેટ 
હાર્દિક પંડ્યા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈન્ડિયા માટે 50 વિકેટ પૂરી કરનાર છઠ્ઠો બોલર બન્યો છે. તેના પહેલા આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા કરી ચુક્યા છે. બીજી બાજુ, જો આપણે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર વિશે વાત કરીએ તો તે યુઝવેન્દ્ર ચહલ છે. યુઝવેન્દ્ર ચહલે ભારત માટે 60 T20 મેચમાં 79 વિકેટ લીધી છે.

પંડ્યાનું ઈન્ટરનેશનલ ક્રિકેટ 
હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2021થી ટીમ ઈન્ડિયાની બહાર હતો. પરંતુ તે ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ બની ગયો છે. હાર્દિક પંડ્યાએ ભારત માટે અત્યાર સુધી 66 T20 મેચોમાં 23.03ની એવરેજથી 806 રન બનાવ્યા છે અને 50 વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યાએ 66 ODI મેચો પણ રમી છે જેમાં તેણે 1386 રન અને 63 વિકેટ લીધી છે. પંડ્યા 11 ટેસ્ટમાં પણ ટીમનો ભાગ રહ્યો છે જેમાં તેણે 532 રન અને 17 વિકેટ ઝડપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ