બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SA t20 series kl rahul replace hardik pandya in new featuring promo
Arohi
Last Updated: 12:43 PM, 30 November 2023
ADVERTISEMENT
વનડે વર્લ્ડ કપ પૂર્ણ થઈ ચુક્યા બાદ દુનિયાભરની તમામ ક્રિકેટ ટીમોની સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમ પણ પોતાના નવા સફરની શરૂઆત કરતી જોવા મળી રહી છે. એવામાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટી20 સીરિઝ ચાલી રહી છે. જેમાં સૂર્યકુમાર યાદવને નેતૃત્વ આપવામાં આવ્યું છે. ત્યાર બાદ બીજી સીરિઝ સાઉથ આફ્રિકા સાથે હશે. જ્યાં ટી20, વનડે અને ટેસ્ટ ત્રણેય સીરિઝ રમવામાં આવશે.
Captain KL rahul plss 🥺🥺
— SÆ (@Sai__018) November 30, 2023
pic.twitter.com/XHbaDLHeMF
ADVERTISEMENT
ભારતની ટી20 ટીમનું શું થશે?
સાઉથ આફ્રીકા પ્રવાસની શરૂઆત ટી20 સીરિઝથી થશે. માટે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કોણ કરશે? ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે આ સીરિઝમાં એક નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
સાઉથ આફ્રીકા સીરિઝ માટે બ્રોડકાસ્ટર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોમો વીડિયોમાં પણ હાર્દિક પંડ્યા જ દેખાતા હતા. જે સાઉથ આફ્રીકામાં જઈને ટી20 સીરિઝ રમવા અને જીતવાની વાત કરી રહ્યા હતા. જોકે હવે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે રિપોર્ટ અનુસાર સાઉથ આફ્રીકા સીરિઝ સુધી તે ઠીક નહીં થઈ શકે.
KL Rahul should be our Next Indian Captain. 🤌🏻❤️ pic.twitter.com/a7ZJMWwJzL
— Ꮶʀɪꜱʜ 𝕏 🚩 (@itzz_krish007) November 25, 2023
આ કારણે ઓસ્ટ્રેલિયા સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યા અને હવે સાઉથ આફ્રીકા સીરિઝ માટે એક નવો પ્રોમો વીડિયો સામે આવ્યો છે જેમાં કેએલ રાહુલ જોવા મળી રહ્યા છે.
નવા પ્રોમોમાં હાર્દિકની જગ્યા પર જોવા મળ્યા કેએલ રાહુલ
આ નવા વીડિયોમાં હાર્દિક પંડ્યાની જગ્યા પર કેએલ રાહુલ સાઉથ આફ્રીકામાં જઈને ટી20 સીરિઝ રમવા અને જીતવાની વાત કરી રહ્યા છે. કેએલ રાહુલના પ્રોમોને જોઈને એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કમસે કમ કેએલ રાહુલ સાઉથ આફ્રીકામાં થવા જઈ રહેલી ટી20 સીરિઝ ટીમનો ભાગ રહેશે અને કદાચ મેચ પણ રમશે.
As per top officials, Rohit himself will step down as captain of MI beacuse of workload and he will announce it.
— Vishwas_Bajwa (@SinghGurvishwas) November 24, 2023
Later he will step down as India captain specifically white ball and Mr. KL Rahul will take over the captaincy and will lead 🇮🇳 in 2024 wc and 2025 champions trophy pic.twitter.com/SsHky3XPMb
જોકે પ્રોમોમાં તેમનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર ફેંસ કહેવા લાગ્યા છે કે કેએલ રાહુલની કેપ્ટન તરીકે વાપસી થઈ રહી છે. અમુક લોકો તેમને કેપ્ટન્સીનો સૌથી મોટો વિકલ્પ જણાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.