બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK: Shubman Gill's World Cup debut, runs rain from Gill's bat at Ahmedabad's Narendra Modi Stadium

World Cup 2023 / IND vs PAK: શુભમન ગિલનું વર્લ્ડ કપ ડેબ્યુ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલના બેટમાંથી થાય છે રનનો વરસાદ

Megha

Last Updated: 03:32 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમના નિયમિત ઓપનર શુભમન ગીલે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં ડેબ્યુ કર્યું છે. કિશનની જગ્યાએ હવે શુભમન ગિલ ઓપનિંગ કરશે. ઈશાન કિશનને આ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

  • ભારત પાકિસ્તાન મેચમાં ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર 
  • શાન કિશનની જગ્યાએ હવે શુભમન ગિલ ઓપનિંગ કરશે
  • નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગિલનો અમેઝિંગ ટ્રેક રેકોર્ડ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત પાકિસ્તાન મેચમાં ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ટીમના નિયમિત ઓપનર શુભમન ગીલે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં ડેબ્યુ કર્યું છે. ઈશાન કિશનની જગ્યાએ હવે શુભમન ગિલ ઓપનિંગ કરશે. ઈશાન કિશનને આ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો છે. 

એ વાત તો નોંધનીય છે કે ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત હોવાના કારણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની પ્રથમ બે મેચ રમી શક્યો નહતો અને  તેની જગ્યાએ ઈશાન કિશને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી હતી, પરંતુ ફરી એકવાર ગિલ ટીમમાં છે અને તે રોહિત સાથે ઓપનિંગ કરશે. 

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અમેઝિંગ ટ્રેક રેકોર્ડ
હવે અંહિયા મહત્વની વાત એ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શુભમન ગિલનો અદભૂત ટ્રેક રેકોર્ડ છે. શુભમન ગિલની IPL ટીમ ગુજરાત ટાઇટન્સનું આ હોમ ગ્રાઉન્ડ છે. ગિલે IPLની છેલ્લી સિઝનમાં શાનદાર રન બનાવ્યા હતા. જોકે, ગિલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એક પણ વનડે મેચ રમી ન નથી.  

ગિલ અત્યાર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે , પરંતુ આ મેચમાં તે પાકિસ્તાન સામે તેની પ્રથમ વનડે મેચ રમવા આવ્યો હતો. અમદાવાદમાં ગિલનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તેણે આ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ અને ટી20 મેચમાં કુલ 949 રન બનાવ્યા છે.આ ઉપરાંત તેણે આ મેદાન પર તેના બેટથી 4 સદી ફટકારી છે જ્યારે તેની એવરેજ 73.00ની છે. 

અમદાવાદમાં ગીલના બેટમાંથી રનોનો વરસાદ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અમદાવાદમાં પાકિસ્તાન સામે કોઈપણ પરિસ્થિતિમાં ટીમમાં શુભમન ગિલ ઈચ્છતો હતો અને તેણે ટોસ જીત્યા બાદ પણ આ વાત કહી હતી. તેણે કહ્યું કે ગિલ છેલ્લા એક વર્ષમાં અમારા માટે ખાસ ખેલાડી રહ્યો છે અને ખાસ કરીને આ મેદાન પર અમે તેને ટીમમાં પરત કરવા ઈચ્છતા હતા. રોહિતના શબ્દો પરથી સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે તે ગિલને પ્લેઈંગ ઈલેવનમાં કેટલો પાછો જોવા માંગે છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ