બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG Test: India announce squad for two Test matches against England, see who gets chance

IND vs ENG / ઈગ્લેંડ સામે ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, ઈશાન-શમી બહાર, આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી

Pravin Joshi

Last Updated: 11:13 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમવાની છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે
  • BCCI એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ટીમની જાહેરાત કરી 
  • રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો છે. જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને બહાર રાખવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પણ ટીમ ઈન્ડિયામાં સામેલ નથી. યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને તક મળી છે.

 

25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. ભારતે પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અનુભવી ઝડપી બોલર શમી ટીમનો ભાગ નથી. શમીએ વર્લ્ડ કપ 2023 દરમિયાન ઘાતક બોલિંગ કરી હતી. તેમને તાજેતરમાં અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે તે હજુ ટીમની બહાર છે.

WTC ફાઇનલમાં આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો વાઈસ કેપ્ટન! સામે આવ્યું મોટું  અપડેટ | This player will become the vice captain of Team India in the WTC  final! A big update has

વધુ વાંચો : હાર્દિક પંડ્યાની જગ્યા લેશે ધોનીનો આ ખાસ ખેલાડી! જાણૉ શું બની રહ્યા છે સમીકરણ

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન , રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ