બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shivam Dube special player of Dhoni will replace Hardik Pandya! Know what the equation is becoming

ક્રિકેટ / હાર્દિક પંડ્યાની જગ્યા લેશે ધોનીનો આ ખાસ ખેલાડી! જાણૉ શું બની રહ્યા છે સમીકરણ

Megha

Last Updated: 12:36 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે ઘણા ઓલરાઉન્ડરોને તેની જગ્યા આપવામાં આવી છે પણ હજુ કોઈ સારું પ્રદર્શન કરી શક્યા નથી. શું શિવમ દુબે હાર્દિક પંડ્યાનો બેકઅપ બની શકે છે?

  • હાર્દિક પંડ્યાનું રિપ્લેસમેન્ટ ટીમ મેનેજમેન્ટ હજુ સુધી શોધી શકી નથી. 
  • આ ખેલાડીને T20 વર્લ્ડ કપ 2024 પહેલા પોતાને સાબિત કરવાની તક છે.
  • શું શિવમ દુબે હાર્દિક પંડ્યાનો બેકઅપ બની શકે છે? 

ટીમ ઈન્ડિયામાં દરેક ખેલાડીનું રિપ્લેસમેન્ટ છે સિવાય એક હાર્દિક પંડ્યા, આ એક એવો ખેલાડી છે જેનું રિપ્લેસમેન્ટ કે બેકઅપ ટીમ મેનેજમેન્ટ હજુ સુધી શોધી શકી નથી. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા બેટિંગની સાથે સાથે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ પોતાનું સંપૂર્ણ યોગદાન આપે છે. જો કોઈ મેચ દરમિયાન ટીમમાં હાર્દિક પંડ્યા ન હોય તો પ્લેઇંગ 11 માં એક નહીં પરંતુ બે-ત્રણ ફેરફાર કરવા પડે છે. 

એ વાતો તો આપણે બધા જાણીએ જ છીએ કે વનડે વર્લ્ડ કપ 2023થી તે ઇજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા છે. આ દરમિયાન ટીમ મેનેજમેન્ટ ઘણા ખેલાડીઓને તેના બેકઅપ બનવાની તક આપે છે. હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે શાર્દુલ ઠાકુર, વેંકટેશ ઐયર અને શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરોને તેની જગ્યા આપવામાં આવી છે પણ હજુ કોઈ કરું પ્રદર્શન કરી શક્યા નથી. એવામાં હવે ફરી એકવાર આ ખેલાડીઓ પાસે T20 વર્લ્ડ કપ 2024 પહેલા પોતાને સાબિત કરવાની તક છે.

શિવમ દુબેને ઓસ્ટ્રેલિયન T20 સીરિઝમાં ટીમનો ભાગ હતા પરંતુ મોકો મળ્યો નહતો. આ સાથે જ સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. એવામાં ગઇકાલે રમાયેલ અફઘાનિસ્તાન સામે પહેલી T20I રમવાની તક મળી ત્યારે શિવમ દુબેએ આ તકને બંને હાથે ઝડપી લીધી હતી. 

મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 158 રન બનાવ્યા હતા. આ પછી ભારતીય ટીમના લક્ષ્યનો પીછો કરતી વખતે શિવમ દુબેએ 60 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સાથે જ આ ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચ પણ બનાવવામાં આવ્યો હતો. એ વાત તો જાણીતી જ છે કે શિવમ દુબે iplમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે અને ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. જો કે હવે સવાલ એ છે કે શું તે હાર્દિક પંડ્યાનો બેકઅપ બની શકે છે? 

વધુ વાંચો: માહી ભાઈની શીખ મને કામ આવી..: રિંકુ સિંહે ફઘાનિસ્તાન સામેના શાનદાર પ્રદર્શનનો શ્રેય ધોનીને આપ્યો 

ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે શિવમ હાર્દિક પંડ્યાનો બેકઅપ બની શકે છે પરંતુ હજુ તેને તેની ગેમ પર ઘણી મહેનત કરવાની જરૂર છે. આઈપીએલમાં ઘણા લાંબા છગ્ગા આપણે તેના જોયા છે પણ એમને બોલિંગ સાથે ફિલ્ડિંગ પર ઘણી મહેનત કરવાની જરૂર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ