બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs ENG: India's two veteran players out of fourth Test, Mukesh Kumar gets chance

સ્પોર્ટસ / IND Vs ENG : ચોથી ટેસ્ટમાંથી ભારતના આ બે દિગ્ગજ ખેલાડી આઉટ, મુકેશ કુમારને મળ્યો ચાન્સ

Vishal Dave

Last Updated: 11:57 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રીલીઝ કરવામાં આવ્યો છે. રાંચી ટેસ્ટ પહેલા, બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફાર્મ એક્સ પર માહિતી આપી હતી

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રીલીઝ કરવામાં આવ્યો છે. રાંચી ટેસ્ટ પહેલા, બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફાર્મ  એક્સ પર માહિતી આપી હતી કે બુમરાહને રીલીઝ કરવામાં આવ્યો છે અને તેના સિવાય કેએલ રાહુલ ઈજાને કારણે ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે..સાથે જ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવેલા મુકેશ કુમાર રાંચીમાં ભારતીય ટીમમાં સામેલ થઈ ગયા છે.

વર્કલોડને નિયંત્રિત કરવા બુમરાહને રિલિઝ કરાયો 

બીસીસીઆઈએ  માહિતી આપી છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટ માટે રિલીઝ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે બુમરાહને વર્કલોડને નિયંત્રિત કરવા માટે આરામ આપવામાં આવ્યો છે.

કે.એલ. રાહુલ ઇજાને કારણે બહાર 

તેના સિવાય કેએલ રાહુલને ચોથી ટેસ્ટ માટે બહાર કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલ ઈજાના કારણે રાંચી ટેસ્ટ રમી શકશે નહીં. ત્રીજી ટેસ્ટ પહેલા કેએલ રાહુલની જગ્યાએ દેવદત્ત પડિક્કલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં, પડિક્કલ ચોથી ટેસ્ટ માટે પણ ટીમ સાથે જોડાયેલા રહેશે અને તેને રાંચી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી શકે છે. આ સાથે જ મુકેશ કુમાર કે જેઓ રાજકોટ ટેસ્ટ માટે ટીમમાં સામેલ ન હતા. તેને ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ કોહલી ક્યાંથી શોધી લાવ્યો પુત્રનું નામ? અકાયના બન્ને અર્થ ચકિત કરનારા, વામિકાનો અર્થ પણ દૈવીય
                         

IND vs ENG 4થી ટેસ્ટ: ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમ

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટ), કેએસ ભરત (વિકેટ), દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ