ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Virat and Anushka have named their son Akaay

કિંગને ઘેર પારણું / કોહલી ક્યાંથી શોધી લાવ્યો પુત્રનું નામ? અકાયના બન્ને અર્થ ચકિત કરનારા, વામિકાનો અર્થ પણ દૈવીય

Published By: Hiralal

Last Updated: 10:26 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ તેના પુત્રનું નામ અકાય રાખ્યું છે જેના બે અર્થ થાય છે બન્ને ખૂબ અદ્વિતિય છે.

ADVERTISEMENT

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘેર પુત્રરુપી રત્ન અવતર્યું છે. લંડનમાં 15 ફેબ્રુઆરીએ અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો હતો જેની જાહેરાત પાંચ દિવસ બાદ આજે કરવામાં આવી છે. કોહલી અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ અકાય રાખ્યું છે. અકાયના બે અર્થ થાય છે. એક ‘અકાય’ એટલે શરીર વિનાનું – એટલે કે નિરાકાર અને બીજો અર્થ શાઈનિંગ મૂન (ચમકતો ચંદ્ર) એવો થાય છે. 

કોહલીએ બન્ને સંતાનોના નામમાં દેવી-દેવતા જોડ્યાં 
કોહલીએ તેના બન્ને સંતાનો વામિકા અને અકાયનો નામ પણ અદ્દભૂત રાખ્યાં છે. એક બાજુ અકાયનો અર્થ ભગવાન અને ચમકતો ચંદ્ર થાય, તો બીજી બાજી વામિકાનો અર્થ પણ દેવી થાય છે. 

વધુ વાંચો : વિરાટ કોહલીનો વંશ વધ્યો ! અનુષ્કા શર્માએ આપ્યો પુત્રને જન્મ, નામ રાખ્યું અકાય

વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો 
વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો છે. અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાના ફેન્સ સાથે આ ખુશખબરી શેર કરી છે. કોહલીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેમના પુત્રનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. આ પોસ્ટને વિરાટ કોહલીના ઈન્સ્ટા એકાઉન્ટની સાથે સાથે અનુષ્કાના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવી છે. "અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ, અમે અમારા પુત્ર અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું!" અમે અમારા જીવનના આ સુંદર સમયે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવેસીનો આદર કરો.

2021માં પહેલીવાર પિતા બન્યો કોહલી
વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017માં અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. 2018માં પોતાની ફિલ્મ ઝીરો રિલીઝ થયા બાદ અનુષ્કા શર્માએ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. આ પછી, જાન્યુઆરી 2021 માં, તેણે પુત્રી વામિકાને જન્મ આપ્યો. ત્યાર બાદ અનુષ્કાએ કોઇ ફિલ્મમાં કામ કર્યું નથી. તે સ્પોર્ટ્સ ડ્રામા ચકડા એક્સપ્રેસથી વાપસી કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે, પરંતુ તેની રિલીઝ ડેટ હજુ સુધી જાણવા મળી નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટની પોસ્ટ પર અભિનંદનનો વરસાદ 
– પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે કોમેન્ટ કરીને કોહલીને અભિનંદન પાઠવ્યા છે. સેહવાગે કહ્યું છે કે વિરાટને ખૂબ ખૂબ અભિનંદન.

- વિરાટની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, 2041ના વર્લ્ડ કપમાં 3 નંબરનો ખેલાડી આવ્યો હતો.

સિંગર જસ્સી ગિલે પણ કોહલીની આ પોસ્ટને અભિનંદન પાઠવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

virat kohli son akaay virat kohli son akaay news અકાયનો અર્થ અનુષ્કા શર્મા પુત્ર અકાય કોહલી સન અકાય વામિકાનો અર્થ વિરાટ કોહલી સન અકાય Virat son Akaay

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ