બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: Know when, where and what time will all three ODIs be played? Know how to see on mobile?
Pravin Joshi
Last Updated: 01:23 AM, 20 September 2023
ADVERTISEMENT
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 22 સપ્ટેમ્બરથી 3 મેચની ODI શ્રેણીમાં એકબીજાનો સામનો કરશે. વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે આ સિરીઝ ખૂબ જ ખાસ છે. કેએલ રાહુલ શ્રેણીની પ્રથમ બે વનડેમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે નિયમિત કેપ્ટન રોહિત શર્મા ત્રીજી અને છેલ્લી વનડેમાં વાપસી કરશે. અગાઉ એશિયા કપની મેચો સ્ટાર સ્પોર્ટ્સ પર ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવતી હતી અને ડિઝની હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ બતાવવામાં આવતું હતું, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી સિરીઝની મેચોનો આનંદ માણવા માટે તમારે ચેનલ બદલવી પડશે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા પાસે તે હારનો હિસાબ બરાબર કરવાનો મોકો
રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમની વાઇસ કેપ્ટનશિપ સંભાળશે. ઘણા ખેલાડીઓ કાંગારૂ ટીમમાં પાછા ફર્યા છે, જેમાં કેપ્ટન પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ અને સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનો સમાવેશ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આ વર્ષે માર્ચમાં 3 મેચની ODI શ્રેણીમાં ટકરાયા હતા, જ્યાં પાછળ હોવા છતાં મુલાકાતી ટીમે સતત 2 ODI જીતીને પુનરાગમન કર્યું હતું અને શ્રેણી 2-1થી જીતી હતી. હવે ટીમ ઈન્ડિયા પાસે તે હારનો હિસાબ બરાબર કરવાનો મોકો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સિરીઝ ક્યારે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સિરીઝ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સિરીઝ ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સિરીઝ મોહાલી, ઈન્દોર અને રાજકોટમાં રમાશે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની મેચ કયા સમયે રમાશે?
બપોરે 1.30 વાગ્યાથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની મેચો રમાશે.
ટેલિવિઝન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચની શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
તમે સ્પોર્ટ્સ 18 ચેનલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચની શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચની સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ પર ક્યાં જોવું?
તમે Jio સિનેમા એપ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચની સીરિઝનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.