બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Increase in number of people getting liquor permits in Gujarat in three years

પરમીટ ધારકો વધ્યા / ગુજરાતમાં દારૂબંધી પણ આ લોકોને મળે છે પીવાની છૂટ, પરમિટ માંગનારાઓનો છેલ્લા ત્રણ વર્ષનો આંકડો ચોંકાવનારો

Vishal Khamar

Last Updated: 03:55 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કે સ્વાસ્થ્યના આધારે કેટલાક લોકોને દારૂ પીવાની છૂટ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવી પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં 58 ટકાનો વધારો થયો છે.

  • ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં
  • ત્રણ વર્ષમાં પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં 58 ટકાનો વધારો
  • દારૂની પરમીટ માટે મેડીકલ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર જારી કરાય છે

ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. તાજેતરમાં સરકારે આમાં થોડી છૂટછાટ આપી છે.જે અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે. આ પહેલા સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી.જેની સંખ્યામાં ત્રણ વર્ષમાં 58 ટકાનો વધારો થયો છે.રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના આંકડા પરથી આ માહિતી મળી છે.ડેટા અનુસાર ગુજરાતમાં હવે 43,470 પરમિટ ધારકો છે. જે નવેમ્બર 2020 માં 27,452 દારૂ પરમિટ ધારકો હતા.

વિદેશી તેમજ અન્ય રાજ્યોનાં પ્રવાસીઓને એક સપ્તાહ સુધી દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવે છે
ગુજરાત એ રાજ્ય છે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો.આવી સ્થિતિમાં રાજ્યની રચના પછીથી અહીં દારૂના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. રાજ્યની વસ્તી આશરે 6.7 કરોડ હોવાનો અંદાજ છે. નશાબંધી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્યના કારણોસર જેમને દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે તે સિવાય વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોના લોકોને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વધુમાં વધુ એક સપ્તાહ સુધી દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવશે.

ગુજરાતમાં ક્યાં કેટલી દારૂની પરમીટ
માહિતી અનુસાર અમદાવાદ જિલ્લો 13,456 દારૂની પરમિટ સાથે ટોચ પર છે. ત્યારબાદ સુરત (9,238), રાજકોટ (4,502), વડોદરા (2,743), જામનગર (2,039), ગાંધીનગર (1,851) અને પોરબંદર (1,700) છે.અન્ય માહિતી અનુસાર ગુજરાતમાં 77 હોટેલોને પરમિટ ધારકો તેમજ દેશના અન્ય ભાગો અથવા વિદેશમાંથી રાજ્યની મુલાકાતે આવતા લોકોને દારૂ વેચવા માટેનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.વિભાગ દ્વારા વ્યક્તિઓને દારૂની પરમિટ ત્યારે જ આપવામાં આવે છે. જ્યારે પ્રાદેશિક મેડિકલ બોર્ડ અરજદારના સ્વાસ્થ્ય માટે દારૂનું સેવન જરૂરી હોવાનું જાહેર કરતું પ્રમાણપત્ર જારી કરે છે.

વધુ વાંચોઃ ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઇને સામે આવી સૌથી મોટી અપડેટ: તારીખ જાહેર, 4 લાખ ઉમેદવારો ભાગ લેશે

ગયા અઠવાડિયે જ ગુજરાત સરકાર દ્વારા દારૂ પીવાની છૂટ આપતો નિર્ણય કર્યો હતો
ગયા અઠવાડિયે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે 'ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ' પ્રદાન કરવા માટે રાજ્ય સરકારે આ વિસ્તારમાં દારૂ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને દારૂ પીરસવાની મંજૂરી આપી હતી.નવી સિસ્ટમ હેઠળ ગિફ્ટ સિટી વિસ્તારમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબ્સને વાઇન અને ફૂડ ફેસિલિટી માટે પરમિટ આપવામાં આવશે. એમ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું.જો કે તેમને લોકોને દારૂની બોટલો વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ