બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Include cumin and fennel seeds in your diet to prevent weight gain

હેલ્થ ટિપ્સ / વજન ઘટાડવા માટે કોઈ મોંઘા ડાયટની નથી જરૂર! બસ વરિયાળી અને જીરાના કોમ્બિનેશનથી કરો આ ઉપાય, બીમારીઓ પણ ભાગશે દૂર

Pooja Khunti

Last Updated: 07:51 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fennel and cumin tea: દિવસેને દિવસે વધતાં જતાં વજનને અટકાવવા માટે તમારા આહારમાં જીરું અને વરિયાળીનો સમાવેશ કરો. બંનેનું એક સાથે સેવન કરવાથી તમારો વધતો વજન નિયંત્રણમાં આવી જશે.

  • તમારા આહારમાં જીરું અને વરિયાળીનો સમાવેશ કરો 
  • શરીરમાં રહેલા યુરીક એસિડને દૂર કરે 
  • સવારે ભૂખ્યા પેટે આ ચા પીવાથી ઘણાં ફાયદાઓ થશે

સ્થૂળતા એક બીમારી છે જે વિશ્વની અળધી જનસંખ્યાને અસર કરે છે.  ખાનગી અહેવાલ મુજબ આવતા સમયમાં 400 કરોડથી વધુ લોકો સ્થૂળતા અને વધતાં જતાં વજનથી પીડાતા હશે. હવે તમને અંદાજો આવી ગયો હશે કે આવનાર  સમયમાં સ્થૂળતા એક દેશવ્યાપી રોગચાળો બની ગયું હશે. સ્થૂળતાથી બચવા માટે લોકો કેટલાક ઉપાયો કરતા હોય છે. જીમ, વ્યાયામ, યોગ, ડાયટિંગ વગેરે.  પણ અંતે કોઈ સકારાત્મક પરિણામ નથી મળતું.  જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો એવામાં યોગ અને જીમ સાથે તમારો આહાર પણ યોગ્ય હોવો જોઈએ.  સૌથી પહેલા તમારા આહારમાં જીરું અને વરિયાળીનો સમાવેશ કરો.  નિયમિત અને યોગ્ય રીતે આ બંનેના સેવનથી તમારો વજન ટૂંક સમયમાં જ ઘટી જશે. 

આમ તો માત્ર જીરાના સેવનથી જ વજન ઘટી શકે પણ તેની સાથે વરિયાળીનાં સેવનથી જલ્દી તમારો વજન નિયંત્રણમાં આવી જશે.  જીરા અને વરિયાળીની અંદર વિટામિન, પ્રોટીન અને ફાયબર હોય છે.  આ બંનેના મસાલાથી બનેલી ચા મિલરલ્સ અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે.  સવારે ભૂખ્યા પેટે જીરા અને  વરિયાળીનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.  આ ચાનાં સેવનથી સ્થૂળતા સાથે અન્ય બીમારીઓ પણ દૂર થાય છે. જાણીએ જીરા અને વરિયાળીની ચા બનાવવાની રીત. 

વજન ઘટાડવામાં અસરકારક 
વધતાં જતાં વજનનાં કારણે શરીરનું મેટાબોલિઝમ નબળું પડવા લાગે છે અને તેની કામની ગતિ પણ ધીમી થઈ જાય છે.  જીરા અને વરિયાળીનાં સેવનથી તમારું મેટાબોલિઝમ વ્યવસ્થિત થશે અને વજન નિયંત્રણ કરવામાં મદદ મળશે.  આ ચાનાં સેવનથી ફેટ જલ્દી બર્ન થવાં લાગે છે.  આ ભૂખને પણ નિયંત્રણમાં રાખે છે.  સવારે ભૂખ્યા પેટે જીરા અને વરિયાળીની ચા પીવાથી સ્થૂળતાની સમસ્યા દૂર થશે. 

આ સમસ્યાઓમાં પણ અસરકારક 

પાચન સુધારે 
વરિયાળી એક ઉત્તમ પાચક છે.  જેનું સેવન જમ્યા પછી કરવામાં આવે છે.  જીરા અને વરિયાળીની ચા પીવાથી તમારું પાચન ક્યારેય બગડશે નહીં.  જીરા અને વરિયાળીની ચા પીવાથી પેટની અન્ય સમસ્યાઓથી પણ રાહત મળશે. 

રક્ત પરિભ્રમણ 
જીરા અને વરિયાળીના સેવનથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે.  શરીરમાં રહેલા યુરીક એસિડને પણ દૂર કરે છે.  તેની સાથે રક્ત પરિભ્રમણની પ્રક્રિયામાં પણ સુધારો થાય છે.  જીરા અને વરિયાળીના સેવનથી નવા કોષોના ઉત્પાદનમાં પણ મદદ મળે છે.
 
આ રીતે બનાવો જીરા અને વરિયાળીની ચા 
જીરા અને વરિયાળીની ચા બનાવવા માટે, અળધી ચમચી વરિયાળી અને અળધી ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો.  સવારે આ પાણીને ઉકાળવા માટે રાખી દો.  જ્યારે તે ઉકળી જાય ત્યારે તેમાં મધ અને લીંબુ ઉમેરી, તેને ગાળી લો.   મીઠાશ માટે તેમાં ગોળ પણ ઉમેરી શકો.  સવારે ભૂખ્યા પેટે આ ચા પીવાથી ઘણાં ફાયદાઓ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ