બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Valsad, change the atmosphere from morning

કુદરત રૂઠી / કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, આફૂસને લાગ્યું હવામાનનું ગ્રહણ, વલસાડના ખેડૂતોની આપવીતી સાંભળી જીવ બળી જશે

Dinesh

Last Updated: 06:10 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ચાર દિવસ વલસાડ જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે, સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારના વાતાવરણથી કેરીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે

  • વલસાડમાં સવારથી જ વાતાવરણમાં પલટો
  • માવઠાથી કેરીના પાકને નુકસાન થવાનો ડર
  • ખેડૂતોને આફૂસમાં જીવાત બેસી જવાનો ભય

વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે આવતા ચાર દિવસ વલસાડ જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તે મુજબ હવે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગત મોડી રાતથી જ જિલ્લાનાં અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આજ સવારથી જ વાદળછાયા વાતાવરણના કારણે સમગ્ર જિલ્લામાં બાફ જોવા મળ્યો છે. જો આ પ્રકારે વાતાવરણ રહેશે તો કેરીનાં પાકને નુક્સાન થવાનો ખેડૂતોને ડર છે. જો વરસાદ થશે તો કેરીના પાકમાં જંતુ અને જીવાત બેસી જવાનો ભય છે.

કેરીના પાકમાં નુકાસાન

વલસાડી આફૂસનો પાકને નાજુક માનવામાં આવે છે
કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે જે રીતે આવતા ચાર દિવસ વલસાડ જિલ્લામાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઈને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલ મોડી રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. તો સવારથી જ વાદળછાયા વાતાવરણના જોવા મળી રહ્યો છે. આ પ્રકારના વાતાવરણ કેરીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. વલસાડી આફૂસ તેના મધુર સ્વાદ માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે પરંતુ વલસાડી આફૂસનો પાકને નાજુક માનવામાં આવે છે. .

નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે
હવામાનની સહેજ અસર પણ તેના પાક પર મોટી અસર થતી હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતો વલસાડી આફૂસને લાડકો તરીકે ઓળખે છે અને તેના જ કારણે હાલે વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે વલસાડી આફૂસના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ આકાશ તરફ મીટ માઠીને બેઠા છે. આવતા ત્રણ દિવસ જો આ જ પ્રકારે વાતાવરણ રહેશે અને જો વરસાદ થશે તો કેરીના પાકમાં જંતુ અને જીવાત બેસી જાય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. છેલ્લા એક દશકમાં કેરીના પાક માટે સૌથી સારું વાતાવરણ અત્યાર સુધી જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ફરી એકવાર કુદરત રૂઠી હોય તેવું ખેડૂતો માની રહ્યા છે અને જો આ જ પ્રમાણે વરસાદ અને કમૌસમી વરસાદ અને વાતાવરણ રહેશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ