બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, a drunken BJP leader choked a neighbour's nose

નશામાં નેતાઓ / વડોદરામાં દારૂના નશામાં BJP નેતાએ પડોશીના નાકમાં દમ કર્યો; ગઇકાલે જ સુરતમાં પણ ભાજપ નેતાએ મહિલાને કરી હતી પરેશાન

Priyakant

Last Updated: 11:30 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drunk BJP leader Latest News: ભાજપ નેતા નશાની હાલતમાં પકડાયા બાદ રાત્રે અનેક નેતાઓ પોલીસ સ્ટેશન પહોચ્યા, વારસિયા પોલીસે નેતા સામે કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

  • વડોદરામાં ભાજપ નેતા અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી નશાની હાલતમાં ઝડપાયા
  • ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી છે અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી
  • પાડોશીને પરેશાન કરતા પપ્પુ ગઢવી વિરૂદ્ધ સ્થાનિકે પોલીસને કરી હતી જાણ
  • વારસિયા પોલીસે પહોચી ત્યારે નેતા નશાની હાલતમાં ઝડપયા
  • વારસિયા પોલીસે પપ્પુ ગઢવી સામે કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
  • પપ્પુ ગઢવી પોલીસમાં પકડાતા રાત્રે અનેક નેતાઓ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા

Drunk BJP leader : ગુજરાતમાં સતત બીજા દિવસે રાજકીય નેતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે સુરતના બારડોલીના ભાજપ કોષાધ્યક્ષ દારૂના નશામાં ઝડપાયા હતા. જોકે આજે સતત બીજા દિવસે આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાં ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી નશાની હાલતમાં ઝડપાયા છે. ઘટનાને લઈ હાલતો પોલીસે આ નેતા સામે કેસ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી- ફાઇલ તસવીર 

ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી નશાની હાલતમાં
વડોદરામાં ભાજપ નેતા અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી નશાની હાલતમાં ઝડપાયા છે. માહિતી મુજબ અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી છે. પાડોશીને પરેશાન કરતા પપ્પુ ગઢવી વિરૂદ્ધ સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. જેને લઈ વારસિયા પોલીસ સ્થળ પર પહોચી ત્યારે નેતા નશાની હાલતમાં ઝડપાયા હતા. આ તરફ હવે વારસિયા પોલીસે પપ્પુ ગઢવી સામે કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પપ્પુ ગઢવી પોલીસમાં પકડાતા રાત્રે અનેક નેતાઓ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.

બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ- ફાઇલ તસવીર 

ગઈકાલે બારડોલીમાં ભાજપ નેતા નશાની હાલતમાં ઝડપાયા હતા 
મહત્વનું છે કે, હજી ગઈકાલે જ સુરતના બારડોલીના ભાજપ કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ દારૂના નશામાં ઝડપાયા હતા. બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ સુરતમાં પાણીપુરી વેચતી મહિલાઓને હેરાન-પરેશાન કરતાં હતા. જેથી મહિલાએ આ અંગે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં પોલીસ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલની અટકાયત કરી તપાસ શરૂ કરતાં આ દરમિયાન તાલુકા ભાજપ કોષાધ્યક્ષ નશામાં જણાઈ આવ્યા હતા. જેને લઈ ખુદ પોલીસ પણ ફરિયાદી બની તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે મહત્ત્વનું છે કે, અટકાયત બાદ આ ભાજપ કોષાધ્યક્ષ જામીન પર મુક્ત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ