બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / In the wake of a major upheaval in Congress, the G-23 leaders did a great job again in 24 hours

ઓલ ઈઝ નોટ વેલ / કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના એંધાણ, G-23નેતાઓએ 24 કલાકમાં ફરી કર્યું મોટું કામ

Hiralal

Last Updated: 08:46 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના અસંતુષ્ટોના જૂથ G-23નેતાઓએ ફરી વાર બેઠક કરી છે.

  • કોંગ્રેસના અસંતુષ્ટોએ ઉપાડો લીધો
  • આઝાદ ઘેર કરી બીજી મોટી બેઠક
  • કોંગ્રેસના અસંતુષ્ટો પાર્ટીમાં મોટા ફેરફાર કરવાની તરફેણમાં 

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. જી-23 તરીકે ઓળખાતી પાર્ટીની નારાજ છાવણી પાર્ટીમાં મોટા ફેરફાર કરવા આતુર છે અને તેઓ ગાંધી પરિવારની બહારના કોઈકે પાર્ટી અધ્યક્ષ બનાવવા માગે છે અને હાલમાં આ છાવણી ખૂબ સક્રિય થઈ છે તેથી આગામી દિવસોમાં કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે. પહેલા બુધવારે અને હવે ગુરુવારે સિનિયર નેતા ગુલામનબી આઝાદના ઘેર જી-23 નેતાઓની બેઠક મળી હતી. બેઠકમાં હાજર રહીને આનંદ શર્મા, કપિલ સિબ્બલ અને ભૂપેન્દ્ર હુડ્ડા સહિતના નેતાઓએ મંથન કર્યું હતું. 

સોનિયા ગાંધી દરેકની સાથે વાત કરવા તૈયાર-અધીર રંજન ચોધરી 

જી-23ની બેઠક પર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, સોનિયા ગાંધી દરેક કોંગ્રેસી સાથે વાત કરવા તૈયાર છે. જ્યારે જરૂર છે કે આપણે સાથે મળીને લડવું જોઈએ, ત્યારે કેટલાક રાજકારણીઓ (જી 23 નેતાઓ) પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. જો તેમના ઇરાદા સાચા છે, તો તેઓ સોનિયા ગાંધી સાથે વાત કેમ નથી કરતા?

રાજકીય પક્ષોએ ઉતાર-ચઢાવ જોવા પડશે
અધીર રંજન ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે (યુપીએ) સરકારમાં આ રાજકારણીઓને મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે શું તેમણે કહ્યું હતું કે લોકશાહી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને હોદ્દા આપવા જોઈએ? રાજકીય પક્ષોમાં ઉતાર-ચડાવ જોવા મળે છે, તેનો અર્થ એવો નથી કે બળવો કરવો.

બુધવારે પણ પાર્ટીના નેતાઓએ આઝાદને ઘેર બેઠક કરી હતી 
આ પહેલા બુધવારે જી-23ના કેટલાક નેતાઓ ગુલામ નબી આઝાદના ઘરે મળ્યા હતા. આ બેઠકમાં આગેવાનોએ સામૂહિક અને સમાવેશી નેતૃત્વની માગણી કરી હતી. આ બેઠકમાં શશિ થરૂર, મણિશંકર ઐયર, પ્રનીત કૌર, હરિયાણાના પૂર્વ સ્પીકર કુલદીપ શર્મા, ગુજરાતના નેતા શંકર સિંહ વાઘેલા અને પંજાબના નેતા રાજીન્દર કૌર ભટ્ટલ હાજર રહ્યા હતા.આ બેઠકમાં આ નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસે વિરોધ પક્ષોમાં અલગ ન પડવાનો પ્રયાસ કરવો જોઇએ. રસપ્રદ વાત એ છે કે, ગાંધી પરિવાર પર સીધો હુમલો કરનારા કપિલ સિબ્બલ ઉપરાંત ગુલામ નબી આઝાદ રેના ઘરે બુધવારની બેઠકમાં આનંદ શર્મા અને પૃથ્વીરાજ ચવ્હાણ પણ હાજર રહ્યા હતા. આ તમામ નેતાઓ જી-23 ગ્રુપનો હિસ્સો રહ્યા છે, જેણે બે વર્ષ પહેલા સોનિયા ગાંધીને પત્ર લખીને ફેરફારની માંગ કરી હતી.

હાર બાદ સોનિયાએ આ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી
માહિતી માટે જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચૂંટણી બાદની સ્થિતિનું આકલન કરવા અને પાંચ રાજ્યોમાં સંગઠનાત્મક પરિવર્તનનું સૂચન કરવાની જવાબદારી નેતાઓને સોંપી છે. જયરામ રમેશને મણિપુર, પંજાબમાં અજય માકનની સ્થિતિનું આકલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ