સુરતમાં પિતા અને દીકરીના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા બાપે 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે
સુરતના સરથાણા વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
નરાધમ પિતાએ જ પોતાની માસૂમ બાળકી પર આચર્યું દુષ્કર્મ
એકલતાનો લાભ ઉઠાવી પિતાએ આચર્યું કૃત્ય
સરથાણા પોલીસે આરોપી પિતાની કરી ધરપકડ
સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર થયેલી હત્યા બાદ સુરત ઘણું ચર્ચામાં છે. ત્યારે હાલ સુરતની સૂરત અને સિરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણ વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવતાં સમગ્ર શહેરમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.
નરાધમ પિતાએ જ પોતાની માસુમ બાળકી પર દુષ્કર્મ કર્યું
સુરતમાં જે રીતે ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. તે આપણા સમાજ માટે એક ગંભીર વિષય બન્યો છે. ત્યારે વધુમાં ફરી અહિયા એક આવવોજ બનાવ સામે આવ્યો છે જેના કારણે સમગ્ર શહેરમાં હડકંપ મચી ઉઠ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી ઘરમાં હતી. ત્યારે સગા બાપે ડરાવીને કિશોરીને એકલતાનો લાભ પોતાની હવસનો શિકાર બનાવી છે. દુષ્કર્મ આચર્ય બાદ હવસખોર પિતા ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને ગણતરીના કલાકોમાં હવસખોર પિતાની ધરપકડ કરી છે
સરથાણા પોલીસે આરોપી પિતાની કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે,નેપાળથી 4 મહિના પહેલા જ બાળકીના પરિવાર રોજીરોટી અર્થે સુરત ખાતે આવ્યાં હતાં. જ્યાં નરાધમ પિતા પોતાની સગી દિકરી નજર બગાડીને આ કુકર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતાં જાણ થઈ હવસખોર બીજું કોઈ નહિ પણ દીકરીનો સગો બાપ છે. જેથી સુરત પોલીસે હવસખોર સગા બાપની પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.