બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / In Pakistan, the price of a kilo of ginger is not 100, 200 or 500, but it has gone up

ભાવવધારો / પાકિસ્તાનમાં મોંઘવારી હદ પાર, એક કિલો આદુનો ભાવ 100, 200 કે 500 નહીં, પણ આટલો થઈ ગયો

Nirav

Last Updated: 09:52 PM, 15 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન આમ તો સદાય ભારત સામે લડી લેવાની શેખીઓ મારતું હોય છે, પરંતુ તેના ઘરઆંગણે મોંઘવારીએ કેવો અજગરછાપ ભરડો લીધો છે તેનો ખ્યાલ ત્યાંનાં પીએમ ઈમરાન ખાનને સહેજ પણ નથી, ઊલટાનું તેઓ ખાંડની કિંમતો 102 રૂપિયાથી ગતિને 81 રૂપિયા થવાને પોતાની અને પોતાની ટીમની સિદ્ધિ ગણાવી રહ્યા છે.

  • પાકિસ્તાનમાં મોંઘવારીએ મૂકી માઝા
  • પાકિસ્તાનની જનતા પીએમ ઇમરાન ખાનની નીતિઓથી ત્રસ્ત 
  • શિયાળામાં શાકભાજીના ભાવ વધારાને લઈને લોકો ત્રાહિમામ 

પાકિસ્તાન હાલમાં ઘણા મોરચે તકલીફોનું સામનો કરી રહ્યું છે. ત્યાં હાલમાં વિદેશી મુદ્રા ભંડારમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે, રોકાણ નથી આવતું, અનાજની કમી છે  IMF જેવા સંગઠનો પણ કરજ આપવામાં પાછીપાણી કરી રહ્યા છે ત્યારે ઘરઆંગણે શાકભાજીની વધેલી મોંઘવારીએ પીએમ ઈમરાન ખાનના સત્તાના સિંહાસનને ડોલાવી દીધું છે. 

ઈમરાન સરકારની સામે વિપક્ષો થઈ રહ્યા છે એકજૂટ

નોંધનીય છે કે પાકિસ્તાન ની હાલની ઈમરાન સરકાર સામે છેલ્લા ઘણા સમયથી વિપક્ષો એકજૂટ થઈ રહ્યા છે અને વિવિધ શહેરોમાં મોરચા કાઢી રહ્યા છે, આ વિરોધ પ્રદર્શનોમાં જનતાનો સપોર્ટ જોઈને પાકિસ્તાન ના પીએમ ઈમરાન ખાન પણ સ્તબ્ધ થઈ ગયા છે ત્યારે તેઓ ખાંડની કિંમતોમાં થયેલા ઘટાડાને પોતાની અને પોતાની સરકારની રાષ્ટ્રીય સિદ્ધિ તરીકે વર્ણવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાન ની જનતા શિયાળામાં હાલમાં શાકભાજીની કિંમતોમાં થયેલા અચાનક અને તીવ્ર વધારાને લઈને ત્રાહિમામ પોકારી રહી છે. 

મહત્વનું છે કે જે પાકિસ્તાન વર્ષોથી દુનિયાને તેના ડુંગળીઓનું સપ્લાય કરતું હતું ત્યાં આજે ડુંગળીઓના ભાવ આસમાન આંબી રહ્યા છે, અને આ વર્ષે પાકિસ્તાન માં ઘઉંના ભાવએ રેકોર્ડ તોડ્યો છે. તે ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ કિંમત 40 કિલો દીઠ 2400 રૂપિયા એટલે કે એક કિલો 60 રૂપિયામાં પહોંચી ગઈ છે.

ઈમરાન સરકારના પ્રયાસો નિષ્ફળ, વિપક્ષોની સામે જનતાને ભૂલી ગયા 

આ સાથે, ફુગાવાને અંકુશમાં લેવા અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાના સરકારના પ્રયાસો નિષ્ફળ થયા હોવાના સંકેત મળી રહ્યા છે. ગયા ડિસેમ્બરમાં, દેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ દેખાવા માંડી હતી જ્યારે ઘઉંનો ભાવ 40 કિલો દીઠ 2000 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આ રેકોર્ડ આ વર્ષે ઓક્ટોબરમાં તૂટી ગયો હતો, સાથે જ શિયાળામાં મુખ્ય કહી શકાય તેવી વસ્તુ આદુંના ભાવ તો ભડકે બળીને 1000 રૂપિયે કિલો પહોંચ્યા છે. 

ઇમરાન ખાન હાલમાં વિરોધી પક્ષોના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટની સામે મોરચો સાંભળી રહ્યા છે.  વિપક્ષોને મળી રહ્યું જોરદાર જન સામર્થ્ય તેમની ઊંઘ ઉડાડી રહ્યું છે તે જ સમયે, વિપક્ષો હાલમાં ઈમરાનની વિરુદ્ધ એકજૂટ છે.  ખુદ પાકિસ્તાની સેનાએ પણ સમય પારખીને ઈમરાન ખાનનું સમર્થન કરવાનું ઓછું કરી નાંખ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ