બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / In order not to go to tuition in Rajkot, the girl created a drama of kidnapping

ચોંકાવનારો ખુલાસો / ભારે કરી! ટ્યુશનમાં ન જવા બાળકીએ રચ્યું હતું અપહરણનું નાટક, પરિવારનો જીવ અદ્ધર તો પોલીસ દોડતી થઇ ગઇ, DCPએ કર્યો ઘટસ્ફોટ

Priyakant

Last Updated: 02:17 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Kidnaping News: રંગીલા રાજકોટમાં એક બાળકીનું કારમાં આવેલ ઇસમોએ અપહરણ કર્યાના સમાચારથી પોલીસ દોડતી થઈ,  બાદમાં જે ખુલાસો થયો તે અત્યંત ચોંકાવનારો

  • રાજકોટમાંથી બાળકીના અપહરણ કેસમાં ખુલાસો
  • ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ રચ્યું હતું તરકટ-DCP 
  • બાળકીને હોમવર્ક બાકી હોવાથી નાટક રચ્યુ હતું-DCP 
  • પોલીસ તપાસમાં કોઈ અપહરણ ન થયું હોવાનું ખુલ્યુંઃ DCP
  • પોલીસે તમામ CCTV અને વિસ્તારની મુલાકાત કરીઃ DCP

Rajkot Kidnaping News : રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આજે સવારથી જ રાજકોટમાં થાર કારમાં આવેલ ઇસમોએ બાળકીનું અપહરણ કર્યાના સમાચાર વહેતા થયા હતા. આ તરફ ઘટનાની ગંભીરતાની નોંધ લઈ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ. આ તરફ ચારે બાજુ નાકાબંધી વચ્ચે અપહરણમાં બચી ગયેલ બાળકીનું નિવેદન શંકાસ્પદ લાગતાં CCTV પણ ચેક કરવામાં આવ્યા. જોકે CCTVમાં બાળકી શાંતિથી ચાલીને જતી હોય તેવું દેખાઈ રહ્યું હોઇ પોલિસે તપાસ શરૂ કરી હતી. આ તરફ પોલીસ તપાસમાં બાળકીએ પોતાનું હોમવર્ક બાકી હોઇ ટ્યુશન ન જવું હોઇ આ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. 

રંગીલા રાજકોટમાં એક બાળકીનું કારમાં આવેલ ઇસમોએ અપહરણ કર્યાના સમાચારથી પોલીસ દોડતી થઈ હતી. જોકે બાદમાં જે ખુલાસો થયો તે અત્યંત ચોંકાવનારો હતો. વિગતો મુજબ આજે સવારે રાજકોટમાં પોપટપરા વિસ્તારની એક બાળકીના નિવેદન બાદ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. જેમાં બાળકીએ કહ્યું હતું કે, થાર કારમાં આવેલ ઇસમોએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ઈસમને બચકું ભરી લેતા તેનો બચાવ થયો પણ તેની એક બહેનપણીનું અપહરણ કરી ઇસમો નાસી છૂટ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. 

જિલ્લાભરની પોલીસ તપાસમાં લાગી 
રાજકોટમાં થાર કારમાં આવેલ ઇસમોએ બાળકીનું અપહરણ કર્યાની સામે આવતા જ પોલીસ સતર્ક બની હતી. જેને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, DCP સહિતની પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં બાળકીની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં બાળકીના નિવેદન મુજબ તે સ્થળના CCTV ચેક કરતાં તેમાં બાળકી શાંતિથી જઈ રહી હોવાનું દેખાયું હતું. 

અપહરણ ઘટનામાં ખુલાસો
આ તરફ રાજકોટમાંથી બાળકી અપહરણ ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો હતો. રાજકોટ ઝોન-2ના DCP સુધીર કુમાર દેસાઈ એ કહ્યું કે, પોલીસ તપાસમાં કોઈ અપહરણ ન થયું હોવાનું ખુલ્યું છે. તેમણે કહ્યું કે, પોલીસે તમામ સીસીટીવી અને વિસ્તારની મુલાકાત કરી હતી. જેમાં CCTV ફૂટેજમાં બાળકી ચાલતી જતી હોવાનું સામે આવ્યુ છે. આ તરફ બાળકી અને પરિવારની પૂછપરછ કરવામાં આવતા ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ તરકટ રચ્યું હોવાનું ખૂલ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકીને ટ્યુશનમાં જવું ન હોઈ, હોમવર્ક બાકી હોવાથી નાટક રચ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ