બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / In one year, 300 drugs peddlers were caught in Gujarat

નશા સામે જંગ / ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી : એક વર્ષમાં 300 ડ્રગ્સ પેડલર્સ પકડાયા, 2-3 વખત યુવાનોને ફ્રીમાં આપતા હતા ડ્રગ્સ

Kishor

Last Updated: 07:29 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાંથી ડ્રગ્સની બદીને દૂર કરવા પોલીસ અને એજન્સીઓ દ્વારા એક વર્ષમાં 300 ડ્રગ્સ પેડલર્સને દબોચી લઈ કાયદાના પાઠ ભણાવાયા છે.

  • ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ પોલીસની લાલ આંખ
  • 300 આરોપીઓને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ 
  • છેલ્લા 1 વર્ષમાં 300 પેડલર્સ વિરૂદ્ધ કાર્યવાહી

ગુજરાતને મળેલ સૌથી લાંબા દરિયા કિનારાની ભેટ આવારા તત્વો માટે આશીર્વાદરૂપ બની હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ, હેરોઇન, ગાંજા, ચરસ અને હથિયાર તસ્કરીનું એપી સેન્ટર ગણી શકાય છે. ત્યારે ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસે છેલ્લા 1 વર્ષમાં 300 ડ્રગ્સના પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. યુવાનોને ડ્રગ્સની લત લગાવવા પેડલર્સ પ્રથમ ફ્રી માં જથ્થો પહોંચાડતા હોવા સહિતના અનેક ચોકાવનારા ખુલાસા પણ થયા છે. 

એક વર્ષમાં 300 જેટલા આરોપીઓને ઝડપ્યા
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણનો સફાયો બોલાવવા હવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ રીતસર જંગે ચડી છે. અત્યાર સુધી ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહીનું પ્રમાણ નહિવત  પ્રમાણમાં જોવા મળતું હતું. જો કે હવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ આવા ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. અને માત્ર એક જ વર્ષમાં 300 જેટલા આરોપીને જેલ હવાલે કર્યા છે. છેલ્લા કેટલાક સમયમાં દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલરો સામે પણ લાલ આંખ કરી છે. આ કાર્યવાહીમાં સામે આવ્યુ છે કે, ઝડપાયેલા ડ્રગ્સ પેડલરો પણ પોતે ડ્રગ્સના બંધાણી હોય છે. જેઓ યુવાધનને ડ્રગ્સના બંધાણી બનાવવા તેઓ પ્રથમ બે ત્રણ વાર ફ્રીમાં ડ્રગ્સ આપતાં હોય છે પરંતુ બાદમાં યુવક કે યુવતીઓ બંધાણી બની જાય ત્યારે તેઓની પાસેથી પૈસા વસુલી તગડી કમાણી રોળતા હોવાનું પણ સામે આવ્યું છે. 

નશાના રવાડે ચડેલ યુવાઓને ડ્રગ્સની લતમાંથી ઉગારવા પોલીસના પ્રયાસો
મહત્વનું  છે કે નશાના રવાડે ચડી ગયેલ યુવક-યુવતીઓને ડ્રગ્સની લતમાંથી ઉગારવા પણ પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સફેદ ઝેરના અઝગરી ભરડામાં સપડાઈ બરબાદીના ખપ્પરમાં હોમાયેલ યુવક કે યુવતી રીહેબિલિટેશન સેન્ટરમાં જઈ ડ્રગ્સની લત છોડાવવા માગે છે પરંતુ પોલીસના ડરથી જતાં નથી. તેઓ વિરૂદ્ધ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી કરે તેવી બાહેંધરી આપવા સહિતના આવકારદાયક પગલા પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ