બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Mehsana, 11 health workers were caught working on fake degrees for the last 10 years

પોલમપોલ / હદ થઇ ગઇ! છેલ્લાં 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા 11 હેલ્થવર્કર ઝડપાયા, હવે તમામને છૂટા કરાશે

Priyakant

Last Updated: 12:18 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana Fake Health Workers Latest News: તમિલનાડૂ, અરૂણાચલ, મણિપુર રાજ્યની યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી બનાવી છેલ્લા 10 વર્ષથી મહેસાણા જિલ્લામાં નોકરી કરતાં 11 નકલી હેલ્થવર્કરને નોકરીમાંથી  છૂટા કરવામાં આવશે

  • મહેસાણામાં નકલી ડિગ્રી પર નોકરી કરતા 11 હેલ્થવર્કર ઝડપાયા 
  • 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરી રહ્યા હતા 11 હેલ્થવર્કર 
  • રાજ્ય વિકાસ કમિશ્નરની ટીમ દ્વારા તપાસ કરાતાં ખુલાસો 
  • 11 હેલ્થવર્કર્સને DDOએ નોટિસ પાઠવી ખુલાસો આપવા આદેશ કર્યો 
  • તમામ 11 હેલ્થવર્કર્સને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે 

Mehsana Fake Health Workers : મહેસાણામાં હવે નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અહીં છેલ્લા 10 વર્ષથી 11 હેલ્થ વર્કર ખોટી ડિગ્રી પર નોકરી કરતાં હોવાનું સામે આવ્યું છે. માર્ચ 2023માં શરૂ કરવામાં આવેલ તપાસમાં આ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ લોકોએ અન્ય રાજ્યોની યુનિવર્સિટીના નામથી નકલી ડિગ્રી મેળવી નોકરી મેળવી હતી. આ તરફ જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નોટિસ આપી ખુલાસ માંગ્યો છે. આ સાથે હવે આ તમામ 11 હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. 

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક મસમોટું અને ચોંકાવી દે તેવું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણા જિલ્લામાં ખોટી ડિગ્રી પર નોકરી કરતા હેલ્થ વર્કર ઝડપાયા છે. આ ઇસમો 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે તમામ 11 હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટા કરાશે. મહત્વનું છે કે, રાજ્ય વિકાસ કમિશ્નરની ટીમ દ્વારા તપાસ કરતા ખુલાસો થયો છે. 

DDOએ નોટિસ ફટકારી 15 દિવસમાં ખુલાસો માંગ્યો 
આ તરફ આ ઘટનાને લઈ હવે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ 11 હેલ્થ વર્કરને નોટિસ આપી છે. DDOએ હેલ્થ વર્કરોને નોટીસ આપી કેમ છૂટા ન કરવા 15 દિવસમાં ખુલાસો માંગ્યો છે. 

વિગતો મુજબ આ ઇસમો તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર સહીતની યુનિવર્સિટીની ડિગ્રી પર નોકરી લીધી હતી. આ તરફ આ 11 લોકો વર્ષ 2011-12 માં હેલ્થ વર્કર તરીકે નોકરી લાગ્યા હતા. હાલ આ 11 હેલ્થ વર્કર ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણામાં નોકરી કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ