બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / in Indonesia, a school teacher set fire to the mobile phones of all the students.

વાયરલ / VIDEO : ટીચરે સ્કૂલમાં બાળી મૂક્યા ઢગલો મોબાઈલ, આગમાં પડતા શું થયું, સામે આવ્યો ચોંકાવનારો વીડિયો

Hiralal

Last Updated: 09:46 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયામાં બનેલી એક ઘટનામાં એક સ્કૂલ ટીચરે તમામ વિદ્યાર્થીઓના મોબાઈલ આગમાં નાખીને બાળી નાખ્યાં હતા.

  • ઈન્ડોનેશિયાની સ્કૂલની ઘટના
  • વિદ્યાર્થીઓ ક્લાસમાં લઈને આવ્યાં મોબાઈલ
  • ટીચરે તમામ મોબાઈલ આગમાં બાળી નાખ્યાં

સોશિયલ મીડિયા પર એક સ્કૂલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ યૂઝર્સ આશ્ચર્યચકિત થયા હતા. વાયરલ વીડિયોમાં એક મહિલા શિક્ષિકા આગમાં મોબાઈલ ફેંકતી નજરે પડી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોબાઇલ ફોન વિદ્યાર્થીના છે.

વિદ્યાર્થીઓ છુપાઈને મોબાઈલ લઈ આવ્યાં, ટીચરે આગને હવાલે કર્યાં 
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આ વીડિયો મલેશિયા કે ઈન્ડોનેશિયાનો હોઈ શકે છે. વીડિયો મુજબ ઘણા વિદ્યાર્થીઓ છુપાઈને સ્કૂલમાં મોબાઈલ લઈને આવ્યા હતા. આ નિયમોનું ઉલ્લંઘન હતું. આવી સ્થિતિમાં જ્યારે વિદ્યાર્થીની ચોરી પકડાઈ તો શિક્ષક ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં આવીને ટીચરે એવું પગલું ભર્યું, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા.

શિક્ષકે પોતાનો સેલફોન આગમાં બાળી નાખ્યો!

હકીકતમાં, શિક્ષકે વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન કબજે કર્યા હતા અને એક પછી એક, તેમને આગ ચાંપી દીધી હતી. શિક્ષકે આઈફોન સહિત અન્ય મોબાઈલ ઉપકરણોને આગના ડ્રમમાં નાખીને સળગાવી દીધા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષક એક-બે નહીં, પરંતુ અનેક સ્માર્ટફોન આગમાં નાખી રહ્યા છે.

મોબાઈલ બળતા જોઈને વિદ્યાર્થીઓ રડવા લાગ્યા 
વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન બળી ગયા તો તેઓ કેવી રીતે રડવા લાગ્યા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓનો અવાજ સાંભળી શકાય છે. વિદ્યાર્થીઓએ શિક્ષકને મોબાઈલમાં આગ ન લગાડવાની આજીજી કરી, પરંતુ શિક્ષક માન્યા નહીં. શિક્ષક દ્વારા આગમાં ઘણા મોબાઇલ આઇફોન ફેંકવામાં આવ્યા હતા.

યૂઝર્સે આપી પ્રતિક્રિયા 

વીડિયો જોયા બાદ યૂઝર્સે તેના પર રિએક્શન આપ્યું હતું. કોઇએ શિક્ષકને ખૂબ જ કડક કહ્યા તો કોઇએ મોબાઇલ ફોન આપીને વિદ્યાર્થીઓને શાળાએ મોકલી વાલીઓને સાચી વાત જણાવી હતી. સાથે જ ઘણા લોકોએ શિક્ષકોના આ કૃત્યની ટીકા કરતા કહ્યું કે, તેમણે મોબાઈલ સળગાવવાના બદલે વાલીઓને પરત કરવા જોઈતા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ