સર્વે અનુસાર ભારતમાં 10માંથી સાત મહિલાઓ તેમના પતિને દગો આપે છે કારણ કે તેઓ ઘરના કામમાં ભાગ લેતા નથી, સાથે બીજું કારણ એ છે કે થોડા વર્ષો બાદ લગ્ન કંટાળાજનક બની જતાં હોય છે.
ભારતમાં 10માંથી સાત મહિલાઓ પતિને દગો આપે છે
લગ્ન કંટાળાજનક બની ગયા બાદ મહિલો એમના પતિને દગો આપે છે
લગ્ન બાદ બીજાના પુરુષ સાથે ફ્લર્ટ કરવાના આવા ફાયદા થયા
લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે પરંતુ જો જીવનસાથી સાથે સંબંધ સારા ન હોય તો તે ગૂંગળામણનું કારણ બની જાય છે. એમાં કોઈ શંકા નથી કે આજના સમયમાં એકસ્ટ્રા મેરેટિયલ અફેરના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જે દર્શાવે છે કે લોકો તેમના લગ્નજીવનમાં ખુશ નથી. જોકે એ વાતને નકારી શકાય નહીં કે કેટલાક લોકો પોતાના રોમાંચ માટે પોતાના પાર્ટનરને દગો આપે છે. આમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
શું હતો સર્વે?
આ સર્વે ભારતમાં એકસ્ટ્રા મેરેટિયલ અફેર ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવ્યો હતો. તેનો ખુલાસો તમને તમારા લગ્ન વિશે ચિંતિત કરી શકે છે. આ સર્વેમાં મોટાભાગની મહિલાઓ મુંબઈ, દિલ્હી એનસીઆર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને પૂણે જેવા મેટ્રો શહેરોની હતી.
ભારતમાં 10માંથી સાત મહિલાઓ પતિને દગો આપે છે
ગ્લીડન એપ દ્વારા ભારતમાં પરિણીત મહિલાઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 5 લાખથી વધુ યુઝર્સ છે. એ સર્વે અનુસાર મોટાભાગની મહિલાઓને તેમના પાર્ટનરના કારણે અફેર હોય છે. જાણવા મળ્યું છે કે ભારતમાં 10માંથી સાત મહિલાઓ તેમના પતિને દગો આપે છે કારણ કે તેઓ ઘરના કામમાં ભાગ લેતા નથી. સાથે જ ઘણી સ્ત્રીઓએ તેમના જીવનસાથી સાથે દગો કરે છે કારણ કે તેમના લગ્ન કંટાળાજનક બની ગયા હતા.
એ બાદ જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા
ગ્લીડનના એ સર્વે મુજબ 20 ટકા પુરુષો અને 13 ટકા સ્ત્રીઓએ તેમના જીવનસાથી સાથે દગો કર્યાનું સ્વીકાર્યું. સાથે જ ગ્લીડનના માર્કેટિંગ નિષ્ણાત સોલેન પેલેટે જણાવ્યું હતું કે, "10માંથી ચાર મહિલાઓ કહે છે કે અજાણ્યા લોકો સાથે ફરવાથી તેમના જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા છે." Gleedon એપ પર ભારતના 30 ટકા લોકો છે, જેમાં સૌથી વધુ 34 અને 49 વર્ષની વયજૂથની પરિણીત મહિલાઓ છે.
લગ્નમાં કોઈ બીજાના પુરુષ સાથે ફ્લર્ટ કરવાના ફાયદા
સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે 37% સ્ત્રીઓ બેવફાઈ કરે છે કારણ કે તેઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે જે તેમના વર્તમાન સંબંધોને સુધારી શકે છે. ગ્લીડનના માર્કેટિંગ નિષ્ણાત સોલેણએ કહ્યું કે, 'આનો અર્થ એ થઈ શકે છે કે એકસ્ટ્રા મેરેટિયલ અફેર પણ લગ્નને તૂટવાથી બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.'