બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In Gir Somnath a neighbor set up a stationary camera in the bathroom

ચકચાર / આ કેવી વિકૃતતા.! ગીર સોમનાથમાં પડોશીએ બાથરૂમમાં ગોઠવ્યો સ્યાય કેમેરો, પછી આરોપીનો જ સીન થઈ ગયો, ઘટના ચેતવતી

Kishor

Last Updated: 11:02 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાથરૂમમાં સ્પાઈ કેમેરાની ઘટના બહાર આવી છે. મહિલાના ધ્યાને સ્પાઈ કેમેરો આવ્યા બાદ કાંડ ઉઘાડો પડ્યો છે.

  • ગીર સોમનાથમાં સમાજ માટે ચેતવણી રૂપ કિસ્સો
  • વિકૃત માનસિકતા ધરાવતાં આરોપીએ ગોઠવ્યો સ્પાઈ કેમેરો
  • સ્પાઈ કેમેરો લગાવનારની પોલીસે કરી ધરપકડ

જામનગર બાદ ગીર સોમનાથ પંથકમાથી પણ મહિલાઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના પોસ વિસ્તારમા પાડોશીના મકાનમાં સ્પાઈ કેમેરા ગોઠવી વીડિયો બનાવવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. મહિલાના ધ્યાને સ્પાઈ કેમેરો આવતા ભાંડો ફૂટ્યો, પોલીસે સ્થાનિક યુવક ગોપાલ વણિક નામના આરોપીને દબોચી લીધો હતો.

In Gir Somnath a neighbor set up a stationary camera in the bathroom

બાથરૂમની જાળીમાં સ્પાઈ કેમેરો રાખ્યો

ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ શહેરમાં સ્થાનિક યુવકે નજીકના એક મકાનની બારીની જાળીમાં સ્પાઇ કેમેરો ગોઠવ્યો હોવાની ઘટના સામે છે.વેરાવળ શહેરના 80 ફૂટ રોડ પર રહેતી એક મહિલાએ ગઈકાલ સાંજે વેરાવળ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી કે તેમના મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહેલા ગોપાલ વણીક નામના યુવાને મહિલાના બાથરૂમની જાળીમાં સ્પાઈ કેમેરો રાખ્યો હતો.

પોલીસ કરી રહી છે શખ્સની પુછપરછ

આ વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સ સામે મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને વેરાવળ પોલીસે સમગ્ર મામલે ગોપાલ વણીક નામના આ યુવાનની ધરપકડ કરી આ વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનો મોબાઈલ કબજે કર્યો છે. તો બીજી તરફ એવું પણ જાણવા મળ્યું હતું કે આ શખ્સ બાથરૂમની જાળીમાં ગોઠવેલો કેમેરો મહિલાએ જોય લીધા બાદ ભાંડો ફૂટ્યો હતો અને તે કેમેરો ત્યાંથી લઈ નાસી છૂટ્યો હતો. જો કે આ આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. અને હાલ પોલીસ આ શખ્સની પુછપરછ કરી જાણવા પ્રયાસ કરી રહી છે કે કેટલા સમય પહેલા કેમેરો લગાવ્યો હતો, અને સ્પાઇ કેમેરા લગાવવા પાછળનું કારણ શું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ